DHORAJIGUJARATRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજી નગરપાલિકાના વિવિધ વિસ્તારોની જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરાયા

તા.૧૧/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રૂ. બે કરોડથી વધુ કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

Rajkot, Dhoraji: રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ ધોરાજી નગરપાલિકાના વિવિધ વિસ્તારોની આશરે રૂ. બે કરોડ, ચાલીસ લાખની કુલ ૧૬૦૦ ચો.વાર જમીન પરના દબાણો વહીવટી તંત્ર દ્વારા દુર કરાયા હતા.

ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવેલા પોસ્ટ ઓફિસ ચોકીથી ગેલેક્સી ચોક તરફ જતા રસ્તાની આશરે ૪૫૦ ચો.વારની અંદાજીત કિંમત રૂા.૬૭,૫૦,૦૦૦/-ની જમીન ઉપર ૧૨ આસામીઓના ગેરકાયદેસર રેકડીઓના દબાણ, ગેલેકસી ચોકથી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તાની ૬૦૦ ચો.વારની અંદાજીત કિંમત રૂા.૯૦,૦૦,૦૦૦/-ની જમીન ઉપર ૧૪ આસામીઓના ગેરકાયદેસર કરાયેલા રેકડીઓના દબાણ, લાલા લજપતરાય ચોક પરની ૨૫૦ ચો.વારની અંદાજીત કિંમત રૂ।.૩૭,૫૦,૦૦૦/- ની જમીન ઉપર ચાર આસામીઓના ગેરકાયદેસર રેકડીઓના દબાણ અને નાગરિક બેંકથી જુનાગઢ રોડ સ્વામીનારાયણ મંદિર તરફ જવાના રસ્તાની આશરે ૩૫૦ ચો.વારની અંદાજીત કિંમત રૂા.૪૫,૦૦,૦૦૦/- ની જમીન ઉપર છ આસામીઓએ ગેરકાયદેસર રેકડીઓના દબાણ વહીવટી તંત્ર દ્વારા દુર કરાયા હતા.

આ દબાણો દુર કરવા ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી નાગાજણ એમ.તરખાલા, ઇ.ચા.મામલતદારશ્રી બી.વી.ગોંડલિયા, ચીફ ઓફિસરશ્રી જયમલ મોઢવાડિયા, જુનિયર નગરનિયોજકશ્રી સંજયભાઈ બગડા, મ્યુનિસિલ ઇજનેરશ્રી નિલેશ ભેડાએ જહેમત ઊઠાવી હતી.

Back to top button
error: Content is protected !!