JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

ગિરનારની હરીયાળી ગિરીકંદરાઓનાં સાંનિધ્યે લહેરાયો ત્રિરંગો – ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે સ્વાતંત્ર્યદિન પર્વની ઉત્સાહભેર ઊજવણી

આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રીની પરિકલ્પનાને સાકાર કરવા આવો સૈા સાથે મળી વહેવારકાર્ય અને પરસ્પરનાં સહયોગમાં આત્મિયતાના ભાવ કેળવીએ-પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી કુલપતિ

 જૂનાગઢ તા. ૧૫, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. પરિસરમાં ગિરનારની લીલીછમ્મ ગીરકંદરાઓના સાંનિધ્યે યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ ત્રીરંગો લહેરાવી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. ડી.એચ. સુખડીયા, અને વિવિધ ડિપાર્ટમેન્ટનાં વડા ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વમાં જોડાયા હતા.

આ પ્રસંગે ભક્તકવિ નરસીંહ મહેતા યુનિનાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે આજે દેશ ૭૮મો સ્વતંત્રતા દિવસ ‘વિકસીત ભારત’ પર ધ્યાન કેન્દ્રિત કરતા ઉજવી રહ્યો છે. સરકારના વિઝનને અનુરૂપ, આ વર્ષની થીમ સ્વતંત્રતાની શતાબ્દીને ચિહ્નિત કરીને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ભારતની યાત્રા પર ભાર મૂકાઇ રહ્યો છે ત્યારે આવનાર સમયમાં ભારતદેશ વિશ્વગુરૂ તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં આવો આપણે સૈા આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રી શ્રીની પરિકલ્પનાને સાકાર કરવા આપણાં કાર્યમાં, વ્યવહારમાં અને પરસ્પર સહયોગમાં હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરીએ. સૈાને યાદ હશે જ કે સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા માટેના લાંબા અને કઠોર સંઘર્ષની યાદમાં ઉજવાઇ રહ્યો છે જેની વિશેષતા ભારતીય જનતાના વ્યાપક એકત્રીકરણ, અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓની આગેવાની હેઠળના અહિંસક પ્રતિરોધ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની લોકલડત અને અસંખ્ય બલિદાન દ્વારા ભારતને એક લોકશાહી ગણરાજ્યના રૂપમાં સ્થાપિત કર્યું. લોકશાહી, ન્યાય અને સ્વતંત્રતાના સિદ્ધાંતો પર ભાર મૂકતા “લોકોની, લોકો દ્વારા, લોકો માટે” સરકારનો પાયો નાખ્યો છે. સ્વતંત્રતા દિવસ એક વૈવિધ્ય સભર ઉત્સવ છે જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે, તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે. રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને પ્રતિબિંબનો દિવસ છે, જે સ્વતંત્રતાની ભાવના અને તેના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે. હાવો આપણે સૈા આપણાં દેશને વ્યસન-નશામુક્ત બનાવીએ, પર્યાવરણનું સંવર્ધન કરીએ, શહિદો, સ્વાતંત્ર સેનાનીઓ અને મહિલાઓને આદરભાવ આપીએ,

        આ તકે સજ્જતા, નિયમન, તાલીમબધ્ધ કાર્યદક્ષતા,નિયમિતતા પ્રમાણિકતા, નીતિમત્તા સાથે કાર્ય કરતા સિનીયર કર્મયોગીઓ, વિવિધ ડિપાર્ટમેન્ટમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિભાગીય વડા, શોધસ્કોલર, પેટન્ટ રજિસ્ટર કરાવનાર સંશોધકો, અલગ-અલગ ક્ષેત્રે શૈક્ષણિક સિધ્ધીઓ બદલ અધ્યાપકોનું કુલપતિ પ્ર.(ડો.) ચેતન ત્રિવેદી અને યુનિ.નાં પરિક્ષા નિયામક એવં ઈ.ચા. રજીસ્ટ્રાર ડો. ડી.એચ. સુખડીયાનાં હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.

        યુનિ.નાં સ્વભંડોળ સુરક્ષાનીધિ ધનરાશીમાંથી યુનિ. કાર્યક્ષેત્રીય કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ત્રણ વિદ્યાર્થીઓનાં અકાળે નિધન થયાનાં વાવડ થતાં કુલપતિશ્રીએ દિવંગત વિદ્યાર્થીઓનાં પરિવારજનોને રૂા. એક- એક લાખ રૂપિયાની ધનરાશી અર્પણ કરી દિવંગત વિદ્યાર્થીને શોકાંજલી અર્પણ કરી તેમનાં પરિજનોને આશ્વાસન પુરૂ પાડ્યુ હતુ.

         યુનિ. કેમ્પસને હરીયાળુ બનાવવા જહેમત ઉઠાવનાર વાઘેલા જશાભાઇ જીણાભાઇને કુલપતિશ્રીએ વરિષ્ઠ કર્મયોગી તરીકે સન્માનીત કર્યા હતા. યુનિ.નાં સર્વાંગી વિકાસ માટે દીવસ-રાત અથાગ પ્રયત્નશીલ રહી ૨૦ કરોડ જેવી માતબર ધનરાશી યુનિ.માં લાવવા પ્રેરક કાર્ય કરનાર અંગ્રેજી વિભાગનાં વડા પ્રો.(ડો.) ફિરોઝ શેખ, સાથે ડો. જીતેન્દ્ર ભાલોડીયા, મયંક સોની, અને સી.એલ. પરમારનું શાલ અર્પણ કરી બહુમાન કર્યુ હતુ.

         આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સરહદનાં સૈનિકોનાં બલીદાનને યાદ કરી ડો. ત્રિવેદીએ શ્રધ્ધાંજલી અર્પણ કરી યુનિ.નાં કાર્યમાં સૈા સહયોગી કર્મયોગીઓ, અને સેવારથીઓને બિરદાવી સૈાને સ્વાતંત્ર દિવસની શુભકામનાં પાઠવી હતી. આ પ્રસંગે યુનિ.નાં ડો. ફિરોઝ શેખ લીખીત અને દિગ્દર્શિત રાષ્ટ્રભક્તિની શીખ આપતુ નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓએ રજુ કર્યા હતા.

આ પ્રસંગે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના શૈક્ષણિક, વહીવટી અને ટેક્નીકલ સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો. રૂપાબેન ડાંગર, ડો. ઓમ જોષી, અને ઋષીરાજ ઉપાધ્યાય, સલીમભાઇ સીડા, ડો.જે.પી. ગોંડલીયા સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

                                       ૦૦૦૦૦૦૦૦૦૦

Back to top button
error: Content is protected !!