
વન કર્મીઓને મારવાની સત્તા કોણે આપી ? બિદાગાર્ડએ ઢોર. ચરાવતી મહિલાને લાકડી વડે ઢોર માર માર્યો,
હદ થઈ વન કર્મીઓનો ત્રાસ કોઇ પણ જાતનું પુછ તાછ કર્યા વગર મહિલાને માંરવામાં આવ્યું ક્યા ગયું નારીનું સન્માન અને રક્ષણ??
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા : ડેડીયાપાડા
દેડીયાપાડા તાલુકા ના સગાઈ ગામની કવિતાબેન જેન્તી ભાઈ વસાવા પીપરી ફળીયામાં રહે છે ઉંમર 35 વર્ષ જેઓ પોતાનાં ઘરના ઢોર લઈને જંગલમા ઢોર ચારવા ગયા હતા,,
જંગલમાં ઢોરો ચરાવી રહેલા મહિલાને સાગની લીલી લાકડી વડે માર મારવામાં આવ્યો હતો ત્યારે 21મીના રોજ 108 ને ફોન કરી ડેડીયાપાડા સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા, નર્મદા જિલ્લા ના દેડીયાપાડા તાલુકાના સગાઇ રેંજ માં સગાઈ ગામે ગત તારીખ: 20/10/2024 ના રોજ કવિતાબેન જેન્તીભાઇ વસાવા જેઓ સવારે 10 કલાકે ગામના જંગલમાં ઢોરો ચરાવવા ગયા હતા.
બપોર પછી 3:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન કોકટી બીટ ના બીટગાર્ડ અચાનક કવિતાબેન પાસે આવી. કોઈપણ જાત ની પૂછ પરછ કર્યા વગર સાગ ના લીલા દંડા વડે ઢોર માર માર માર્યો હતો. કવિતા બેને બુમાબુમ કરતા થોડે દૂર ઢોર ચરાવી રહેલ જાતરીબેન ઘટના સ્થળે પહોંચે છે. ત્યારે બીટગાર્ડ ત્યાથી ભાગી છૂટ્યો હતો. જાતરીબેન કવિતાબેન ને ઘરે પહોંચાડી. 108ના મારફતે દેડીયાપાડા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. અત્યાચાર નો ભોગ બનનાર મહિલા ગઈ કાલના ન્યાય ની અપેક્ષા સાથે કાયદેસર ની કાર્યવાહી ની રાહ જોઈ બેઠેલા હતા,
આ સમગ્ર મામલાને લઈને દેડિયાપાડાના આપના ધારાસભ્યો ચૈતર વસાવા ને જાણ થતાં 22મો નાં રોજ સવારે પીડિત મહિલાની મુલાકાત માટે તાબડતોડ સગાઈ ગામે પોહચી ગયા હતા આ તમામ બનાવને જાણીને પીડિત પરિવાર સાથે પોલીસ સ્ટેશને જઇ 3 વાગે FRI નોંધાવી હતી. ચૈતર વસાવા આક્રોશ સાથે કહ્યું કે આવા અનેક વાર અવર નવાર બનાવો અમારા આદિવાસી સમાજ સાથે બને છે ત્યારે આ પોલીસ ખાતુ કેમ એમની સામે FRI કરવામાં વાર લગાવે છે,?
જો પોલીસ પ્રશાસન 24 કલ્લકમાં આરોપીને એરેસ્ટ નાં કરે તો ડેડીયાપાડા લીમડા ચોક પર હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ ભેગો થશે અને ડેડીયાપાડા ફોરેસ્ટ ઓફીસ પર જઈ અમે ન્યાય માંગીશું,તેવું ચૈતર વસાવા એ ચિમકી આપી છે,





