CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી આકોના ચોકડી પાસે નવીન સી.એન.જી પંપ શરૂ થતાં સી.એન.જી વાહન ચાલકોમાં ખુશી

મુકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકાનાં 212 ગામોના સી.એન.જી વાહન માલિકોને ગાડીમાં ગેસ પુરાવવા દેવલીયા જવું પડતું હતું જેનાથી વાહન ચાલકોને વધારાનો ખર્ચ ભોગવવાનો વારો તેમજ સમય પણ બગડતો હતો જયારે અમુક વાર ગાડીમાં ગેસ પુરાવાવ માટે લાઈન માં કલાકો સુધી ઉભું રહેવાનો વારો પણ આવતો હતો આવી સમસ્યાઓથી સી.એન.જી વાહન માલિકો હેરાન થતા હતા જ્યારે નવીન સી.એન. જી પંપ ચાલુ થતા સી.એન.જી વાહન માલિકોને વધારાનો ખર્ચ અને સમય પણ બચી જશે. જેનાથી સી.એન.જી ચાલકોમાં ખુશી છવાઈ હતી
વડોદરા ગેસ લિમિટેડના C.M.D. રવી શેખર જણાવ્યુ હતુ કે નસવાડીના આકોના ખાતે સી.એન.જી. સ્ટેશન ખોલવાનો અમારો ડ્રીમ પ્રોજેક્ટ હતો તે આજે તીર્થ સી.એન.જી. સ્ટેશન ખુલ્લો મૂકતા હુ આનંદ અનુભવુ છું આ મોડેલ ગેસ સ્ટેશન છે તે છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ગેસ સ્ટેશન છે તેમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ પૂરા પ્રેશર થી ગેસ મળશે
કલ્યાણસિંહજી રાવલજી તીર્થ ગેસ સ્ટેશનના માલીક એ જણાવ્યુ હતુ કે અમો નિરંતર ગ્રાહકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખી કંપની તરફથી જે સૂચના મળશે તે પ્રમાણે તમામ સુવિધા પુરી પાડવા કટિબદ્ધ રહીશું





