RAMESH SAVANI

બે પાટીદારો સામસામે ચૂંટણી લડતા હોય તો કોને મત આપવો?

એક ખેડૂત મિત્રએ સવાલ પૂછ્યો : “રાજકોટ બેઠક પર સત્તાપક્ષ તરફથી પરશોત્તમ રુપાલા લોકસભાની ચૂંટણી લડે છે અને તેની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી છે. આ બન્ને પાટીદારોમાંથી મત કોને આપવો? કેટલીક બેઠકો પર એક જ જ્ઞાતિ/જાતિના ઉમેદવારો સામસામે લડે છે, તેમાં કોને મત આપવો?”
મેં કહ્યું : “માત્ર રાજકોટ બેઠકના ઉમેદવારો માટે નહીં, પરંતુ દરેક બેઠકના ઉમેદવારોમાંથી કોને મત આપવો તે નક્કી કરવાનું સાવ સહેલું છે !”
મિત્રએ પૂછ્યું : “કઈ રીતે?”
મેં સ્પષ્ટતા કરી : “પહેલા એ સમજી લો કે સત્તાપક્ષ ખેડૂતોને કઈ રીતે છેતરે છે ! ગુજરાતમાં આશરે 80% ખેડૂતો 2 હેકટર ખેતીની જમીન ધરાવે છે. ખેતી માટે વપરાતા ખેત ઓજાર જેમકે દાતરડા/પાવડા/ પાઇપલાઇન/ ઇલેક્ટ્રિક મોટર/ વાયર તેમજ ટ્રેક્ટર ઉપર લેવાતો જીએસટી અને ખેડ માટે વપરાતું ડીઝલ વગેરેના ઊંચા ભાવના કારણે એક ખેડૂત સરકારને સરેરાશ 12000થી 14000 વધારાના ચૂકવે છે ! તેની સામે ખેતજઉપજના નીચા ભાવ ગણીએ, ઉદાહરણ તરીકે ઘઉં ગણીએ તો એક મણ ઘઉં દીઠ 50 રૂપિયાનું નુકસાન થાય છે, જે બે હેક્ટર દીઠ 25000/- નું નુકશાન થાય. પાકવીમામાં એક હેક્ટર દીઠ 45,000 થી 80,000 સુધીનું નુકસાન થાય છે. આમ સરેરાશ ખેડૂતોને રુપિયા 1,00,000 ઉપરનું નુકસાન પહોંચાડી તેની સામે એક વર્ષના રુપિયા 6000ની સહાય આપે છે ! 7% ના દરે રુપિયી 3 લાખ સુધીના પાકધીરાણ વ્યાજ રાહત ગણીએ તો વધુમાં વધુ રુપિયા 28000/-પાછા આપે છે. આમ 1,00,000/-માંથી 28000/ બાદ કરીએ તો પણ દરેક ખેડૂતને રુપિયા 72000/- સરકાર પાસેથી લેવાના નિકળે છે ! એટલે તમને બિયારણ, ખાતર, જંતુનાશક દવા, કૃષિ ઓજારો પરનો GST કઠતો ન હોય/ કૃષિ ઉપજના MSP મુજબ ભાવો મેળવવાની ઈચ્છા ન હોય/ ‘ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે’, તેમ કહી ખેડૂતોને ખોટા અને છેતરપિંડી કરતી વીમા કંપનીઓને દેવદૂત ચીતરનાર ગમતા હોય/ ખેડૂતોને આતંકવાદી, આંદોલનજીવી કહીને અપમાન કરનારા ગમતા હોય/ તમારે FIR નોંધાવવા હાઈકોર્ટ/ સુપ્રિમકોર્ટ સુધી ધક્કા ખાવામાં વાંધો ન હોય/ જો તમને ખનગી શાળા-કોલેજોની ફી પોસાતી હોય/ મોંઘવારી-બેરોજગારી નડતી ન હોય/ રુપિયાના અલમૂલ્યન સામે વાંધો ન હોચ/ તમને કોઈ પ્રશ્નો પરેશાન કરતા ન હોય/ ડબલ આવકનું ગાજર ગમતું હોય/ તમને હત્યારો ગોડસે દેશભક્ત લાગતો હોય/ તમને લાગતું હોય કે આઝાદી 2014માં મળી છે તો રુપાલાને અને તેમના પક્ષને મત આપજો ! પરંતુ તમારા પ્રશ્નો ઉઠાવવા સક્રિય રહેલ હોય/ તમારા માટે પોલીસની અટકાયત સહન કરી હોય/ કિસાન આંદોલન વેળાએ અવાજ ઊઠાવેલ હોય/ MSPની તરફેણ કરી હોય/ સ્ટેડિયમ પરથી સરદાર પટેલનું નામ ભૂંસી નાખ્યું ત્યારે અવાજ ઊઠાવ્યો હોય/ કોઈ પણ સમાજની બહેન-દીકરીની ભાવનાને ઠેસ પહોંચવી ન જોઈએ એવું ઈચ્છતા હો/ ગાંધી-નેહરુ-સરદાર-આંબેડકરની વિચારધારા મુજબના બંધારણીય મૂલ્યો જાળવવાની આવશ્યકતા લાગતી હોય/ માનવમૂલ્યો, માનવગૌરવ કિંમતી લાગતા હોય તો ધાનાણીને અને તેમના પક્ષને મત આપજો ! એક વાત ખાસ યાદ રાખજો કે અપક્ષ ઉમેદવારો અને અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો તો ‘મત-તોડું ઉમેદવારો’ છે, એમને મત આપવાની ભૂલ કરતા નહીં. બે વિચારધારા તમારી સામે છે. એક છે દેશમાં રાષ્ટ્રવાદનો બનાવટી ઢોંગ કરી સમાજો વચ્ચે નફરત ફેલાવી પુંજીવાદને પ્રોત્સાહન આપતી; જેના પ્રતિનિધિ છે રુપાલા અને તેમનો પક્ષ ! જ્યારે બીજી વિચારધારા છે કોઈ પ્રત્યે દુર્ભાવના નહીં રાખનારી અને વંચિત, શોષિત, ગરીબ, મધ્યમ વર્ગ પ્રત્યે કાળજી રાખી બધાને એક નજરે જોતી બંધારણીય મૂલ્યોને ધ્યાને રાખી દેશ ચલાવતી સર્વસમાવેશી; જેના પ્રતિનિધિ છે પરેશ ધાનાણી અને તેમનો પક્ષ ! બે ઉમેદવારોમાંથી જે ઓછો ખરાબ હોય તેની પસંદગી કરવી પડે. યાદ રાખજો ‘નોટા-None of the Above’ અર્થહીન છે; તે વાસ્તવમાં આડકતરી રીતે સૌથી વધુ બદમાશ ઉમેદવારને લાભ પહોંચાડે છે ! ટૂંકમાં એટલું યાદ રાખો કે તમે અદાણી-અંબાણીની કાળજી લે તેવી વ્યવસ્થા ઈચ્છો કે દલિતો/ આદિવાસીઓ/ ગરીબો/ મધ્યમવર્ગની કાળજી રાખે તેવી વ્યવસ્થા ઈચ્છો છો? તમારે ઉગ્ર ધર્મવાદ જોઈએ છે કે શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, રોજગારીના હક્કો જોઈએ છે? તમારે મનુસ્મૃતિ કાળ જેવી ભેદભાવવાળી સમાજ વ્યવસ્થા જોઈએ છે કે બંધારણમાં દર્શાવેલ પ્રગતિશીલ મૂલ્યોવાળી સમાજ વ્યવસ્થા?”rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!