
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ગામની અંદર જવાનો મુખ્ય માર્ગ જે “પાછલા રોડ” તરીક ઓળખાય છે રોડની છેલ્લા ૫ વર્ષથી બિસ્માર હાલત, રીપેરીંગ કોણ કરશે..?
હાલ મેઘરજ ગામમાં લોકોની રજુઆત અને આક્ષેપો છે કે મેઘરજ ગામ પંચાયતમાં આ બાબતે વારંવાર મોખિક રજુઆતો કરવા છતાં ગંભીરતા લેમાં આવેલ નથી તથા ગ્રામજનોને માત્ર ઉડાઉ જવાબો મળેલ છે તેવું જાણવા મળ્યું હતું
મેઘરજ નગરમાં આવેલ મેઘરજ ગામમાં જતાં મુખ્ય માર્ગ કે જે પાછળા રોડ તરીકે ઓળખાય છે અને આ માર્ગે મેઘરજ ની પોસ્ટ ઓફીસ અને મેઘરજ પોલીસ સ્ટેશન જવા માટે તેમજ મેઘરજ ગામમાં જવા માટે મુખ્ય માર્ગ છે.આ રોડની છેલ્લા ઘણાં વરસોથી ખરાબ હાલતમાં છે અને ઠેર-ઠેર ખાડા પડી ગયેલા છે. આ માર્ગ મેઘરજ ગામ માં જવા માટે મુખ્ય માર્ગ ઘણાય છે તેમજ આ માર્ગ પર મેઘરજ ની પોસ્ટ ઓફીસ અને પાલીસ સ્ટેશન પણ આવેલ હોય આ માર્ગ પર નાના મોટા દરેક સાધનો ની અવર જવર વધારે રહેલી છે અને આ માર્ગની બન્ને બાજુમાં પાકા મકાનો આવેલ હોય લોકોની પણ અવરજવર છે તેમજ નાના બાળકોને શાળાઓમાં જવા માટે પણ આજ માર્ગનો વધારે ઉપયોગ થાય છે.
સતત કાર્યરત રહેતા આવા માર્ગની હાલત ખરાબ હોવાના કારણે કાલે કોઈ મોટી જાનહાની થાય તો તેમા કોઈ નવાઈ નથી. અને કુદરત ના કરે ને કઈ થયું તો તેનું જવાબદાર કોણ?
મેઘરજ ગામ પંચાયતની ચૂંટણી છેલ્લે ૨૦૨૧ માં યોજાઈ હતી તેમા નવા સરપંચ અને સભ્યો ચૂટાયા બાદ આ મુખ્ય માર્ગ બનાવવા બાબતે ગ્રામજનો દ્રારા અવાર નવાર મૌખીક રજુઆતો કરવામાં આવેલી છે તેમ છતાં ગ્રામજનો ને આ બાબતે પંચાયત દ્રારા માત્ર ઉડાઉ જવાબો જ મળ્યા છે અને આજ દિન સુધી પંચાયત ના સરપંચ કે કોઈ સભ્ય કે કોઈ પંચાયત કર્મચારીઓ દ્વારા કોઈ ગંભીરતા લેવામાં આવી નથી અને અવાર નવાર આવી રજુઆતો કરવા છતાં કોઈ પણ પંચાયતના સદસ્યો આ રસ્તો જોવા પણ આવ્યા નથી. નવી પંચાયત ચૂટાયા પછી મેઘરજ મા વિકાસના કામો માત્ર કાગળ પરજ દેખાયા છે કેમકે કે આતો માત્ર પાછલા રોડની વાત કરી છે પરંતું મેઘરજમાં નવી પંચાયત બોડી ચૂટાયા બાદ મેઘરજમાં કોઈપણ ગલી કે મહોલ્લામાં કોઈપણ પ્રકારનું વિકાસનું કામ કરવામાં આવ્યુ નથી જેથી પંચાયત પર લોકોના હજારો પ્રશ્નો ઉભા થયા છે.
ગામ પંચાયતમાં સરકાર તરફથી જે સરકારી કામો માટે ફંડ આવે છે તે શુ માત્ર ને માત્ર પંચાયતના સરપંચ અને સભ્યોની તિજોરીઓ માં ભરવા માટે સરકાર આવા ફંડ આપે છે? અને જો પંચાયત દ્રારા આ સરકારી કામોનું ફંડ વિકાસના કામોમાં વપરાય છે તો પંચાયતે આટલા વર્ષોથી આ ફંડ કયાં વિકાસના કામોમાં વાપર્યું ? એ પણ એક સવાલ છે.
વધુમાં રસ્તાની બાબતે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે રસ્તા ને લઇ હાલ જુના રસ્તા ને તોડી ફરીથી નવીન રસ્તો બનાવવામાં આવશે અને આ નવીન રસ્તો બનાવવા માટે મુકાઈ ગયો છે અને ઝડપથી રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે વધુમાં એ પણ જણાવ્યું હતું કે હાલ ચોમાસાના લીધે માલસામાન મુકવા માટે ની સમસ્યા છે એટલે હાલ સમય અનુકૂરતા મુજબ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવશે આ પાછલા રસ્તા તરીકે ઓરખાતો રસ્તો નવીન બનશે એમ જણાવ્યું હતું




