GUJARATKHERGAMNAVSARI

ખેરગામ: પાટી ગામના ભાજપના તાલુકા સભ્ય કાર્યકરો તથા ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્યોને શરણે કેમ જવા પડ્યું 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકાના પાટી ગામે ખેડૂતને વળતર ન ચૂકવી 49 લાખનું પાણી પુરવઠા નું કૌભાંડ પાટી ગામે ચર્ચાનો વિષય બન્યો ત્યારે પાટી ગામે સ્કૂલ ખાતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વાસદા ના ધારાસભ્યો અનંત પટેલ ખેરગામ તાલુકાના પ્રમુખ શશીન પટેલભાઈ અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ માજી જિલ્લા સભ્ય ધર્મેશ પટેલ પુરાવ તલવિયા માજી સરપંચશ્રી ધર્મેશ પટેલ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ખેડૂતો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ખેડૂતોમાં અને લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો જેમાં ખેડૂતે સભા સંબોધતા જણાવ્યું હતું કે પાણી પુરવઠા ની નલસે જલની યોજનામાં મોટો કૌભાંડ જોવા મળ્યો છે આ યોજનામાં જે ખેડૂતોની જમીનમાંથી પાઇપ લાઇન ગઈ છે તેમને વળતર આપવામાં આવ્યું નથી અને જે ખેડૂતને જમીન પણ નથી ગઈ તેમને વળતર ચૂકવી દેવામાં આવ્યા છે જેમાં સરપંચ તથા તલાટી પાણી પુરવઠાના અધિકારીઓ એ જેમના ખેતરમાંથી પાઇપલાઇન ગયેલ નથી એવા ખોટા ખેડૂતને ઊભા કરી ખોટા દસ્તાવેજો બનાવી મરણ થયેલ હોય એવા વ્યક્તિઓની પણ ખોટી સહી કરી નાણાંની ઉચાપત કરેલ છે જયારે 80 જેટલા ખેડૂત ભાઈઓને વળતર મળ્યું નથી સરકારશ્રીના નાણાંનો ખોટો દૂર ઉપયોગ કરેલ છે. તાત્કાલિક તપાસ કરાવો એવા ન્યાયની આશા રાખીએ છીએ.આ બાબતે પાણી પુરવઠા અધિકારીઓ કલેકટરશ્રી મામલતદારશ્રી તથા રાજકારણી નેતાઓને ઘણીવાર આવેદનપત્ર આપી રજૂઆત કરી છે પરંતુ આજ સુધી અમને ન્યાય નથી મળ્યો અમને ન્યાય મળે એ માટે કોંગ્રેસના ધારાસભ્યો અનંત પટેલ પાસે અમે રજૂઆત કરી છે ને ન્યાય મળે તેની માંગણી કરી છે આ બાબતે સભા ગજવતા અનંત પટેલે જણાવ્યું હતું કે ખેડૂતને જરૂરથી ન્યાય મળશે હું પક્ષ પાત છોડી હું તમારી સાથે છું હું આદિવાસી સમાજ સાથે છું આપણે સૌ મળી ખેરગામ તાલુકામાં17 તારીખે આવેદનપત્ર આપવા આહવાન કર્યું હતું

Back to top button
error: Content is protected !!