સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત સાબરકાંઠા હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત સાબરકાંઠા હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડી એલ એસ એસ અને એકેડમી રમતવીરlગનાઓ સાબર સ્ટેડિયમ ખાતે અભ્યાસ કરે છે અને રમતોની તાલીમ મેળવતી હોય છે જિલ્લા રાજ્ય અને દેશ લેવલે દરેક રમતો માં પોતાનો શ્રેષ્ઠ પ્રદર્શન દેખાવ કરતી હોય છે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડી એલ એસ એસ માં અભ્યાસ કરતા અને એકેડમીમાં તાલીમ લેતી દીકરીઓ માટે જમવાની ભણવાની અને રમતની તાલીમ લેવાની સંપૂર્ણ ખર્ચ અંગેની ગ્રાન્ટો સરકાર શ્રી માંથી આવતી હોય છે.
સાબર સ્ટેડિયમ વહીવટી કાર્યમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં ગુજરાત લેવલે નંબર વન ઉપર છે નંબર ( 1) ડામોર સાહેબ દ્વારા આયોજનની ગ્રાન્ટ માંથી એજન્સી દ્વારા બાળ મંદિર માટે જીમ ઇન્સ્ટ્રુમેન્ટ ની ખરીદી કરવા માં અને ગ્રાન્ટનો દુરુપયોગ કરવા ભ્રષ્ટાચાર આચરેલો તે ભ્રષ્ટાચાર વિષય માં સસ્પેન્ડ થયેલા
નંબર 2 ચિલ્ડ્રનજીમ ઇન્સ્ટ્રુમેન્ટ અને સાબર સ્ટેડિયમ માં ભંગાર બારોબાર સરકાર શ્રી ની કોઈ પણ બંધારણીય ગાઈડલાઈન કે નિયમો નુ પાલન કર્યા વિના ભ્રષ્ટાચાર કરી આપી દેવામાં આવ્યો અને ભ્રષ્ટાચાર આચારવા માં આવ્યો ( 3) ડી .એલ .એસ. એસ અને એકેડમી ની દીકરીઓને જમવાનું મેનુ પ્રમાણે નથી મળતું ઓફિસ સ્ટાફ ડી.એસ.ડી ઓ ની સીધી સૂચના થી પોતાના માણસો મૂકી વર્તમાન સમય માં હોસ્ટેલ નું રસોઈ ઘર ચલાવવામાં આવે છે છેલ્લા ચાર મહિના થી ખેલાડીઓના શારીરિક વિકાસ માટે ડ્રાયફૂડ આપવામાં આવે છે તે પણ આપવામાં આવ્યું નથી રસોઈ ઘરમાં વાપરવામાં આવતું કરિયાણું નીચી ગુણવત્તાનું હોય છે ફ્રુટ આપવામાં આવે છે તે પણ નીચી ગુણવત્તા નું હોય છે . અને વ્યાપક પ્રમાણ માં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.(4) ભ્રષ્ટાચાર આચરવા માં સસ્પેન્ડ થયેલ સિનિયર કોચ સુરજીભાઈ ડામોર અને ચીફ કોચ બારીયા સાહેબ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા . મિત્રતા ના સંબંધોના કારણે તેઓને ભ્રષ્ટાચાર ની ફાઈલો ક્લિયર કરવા બારીયા સાહેબ ખૂબ મદદરૂપ થયા છે. હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે સુરજીભાઈ ડામોર સાહેબ ને સિનિયર કોચ તરીકે ચાર્જ સંભાળ્યો તે સમયથી ભ્રષ્ટાચારમાં સસ્પેન્ડ થયા તે સમય દરમિયાન ના ડી.સી.બીલો બાકી હતા ડી.સી બીલો ક્લિયર કરવા માટે સુરજીભાઈ ડામોરને ભ્રષ્ટાચાર ની ફાઈલો ક્લિયર કરવા મદદ કરવા માટે બારીયા સાહેબ મદદરૂપ થયા હતા. સુરજીભાઈ ડામોર પછી આવેલ ડી.એસ.ડી.ઓ પૂનમબેન ચિલ્ડ્રન ઈસ્ટુમેન્ટ જેની કિંમત લાખો રૂપિયામાં હતી જે આયોજનની ગ્રાન્ટ માંથી ખરીદવામાં આવ્યા હતા તે કોરોના કાળ દરમિયાન બારોબાર ગાયબ કરી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમ નો ભંગાર પણ સરકારશ્રી ને કોઈપણ જાતની ગાઈડલાઈન વગર બારોબાર વેચી મારવામાં આવ્યો હતો સુરજીભાઈ ડામોર નોકરી દરમિયાનના ડી.સી બીલો ક્લિયર કરવા માટે પૂનમબેન ડીએસડીઓ સાબર સ્ટેડિયમ ભંગારના ભ્રષ્ટાચાર અંગેના ગંભીર આક્ષેપો થયા હતા. અને તેની તપાસ કરવા પુનમબેન ઉપર ભ્રષ્ટાચાર અંગેની તપાસ ઇન્કવાયરી ન થાય તેના માટે ભ્રષ્ટાચાર બાબતને ફરિયાદ માં પુનમબેન નો બચાવ બારીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યો હતો સુરજીભાઈ ડામોર ના ડી.સી બીલો ડામોર સાહેબ નું પેન્શન ચાલુ કરાવવા માટે પુનમબેન ની મદદ લીધી હતી. (5) સંજય યાદવ એથલેટિક્સ કોચ છે તેઓ સરકાર ના નિર્ણયોના વિરોધ માં નામદાર હાઇકોર્ટ ગયા હતા. તેમની સાથેના અન્ય કોચો પણ જોડાયા હતા દરેક કોચોના પગાર માત્ર 15000 છે અને સંજય યાદવને એક જ વ્યક્તિને ₹35,000 પગાર આપવામાં આવે છે. બારીયા સાહેબની રહેમ નજર હેઠળ અંગત ભલામણ અને સંજય યાદવ બારીયા સાહેબના અંગત વ્યક્તિ હોવાના કારણે તેઓને ₹35,000 પગાર મળે છે. બાકીના કોચ જે નામદાર હાઇકોર્ટ ગયા હતા તેઓને માત્ર 15000 પગાર મળે છે. તેમાં પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો છે.(6) ભંગાર ગેરકાયદેસર વેચવાના પ્રકરણમાં પુનમબેન તેમની બદલી કરાવી ત્યારબાદ તેમની જગ્યાએ ત્રિવેણીબેન સરવૈયા જેવો હાલ સાબરકાંઠા સાબર સ્ટેડિયમ ખાતે dsdo છે તેઓ સરકાર શ્રી ના કોઈપણ પરિપત્ર વિના સાબર સ્ટેડિયમ ખાતે હોસ્ટેલમાં વીઆઈપી એ.સી રૂમ નો ઉપયોગ કરે છે જ્યારથી તેઓ નોકરી લાગ્યા ત્યારથી સાબર સ્ટેડિયમ ખાતે તેઓ ફરજ બજાવે છે ત્યારથી તેઓ સરકારી ખર્ચે સરકારી લાઈટ બિલે બિલકુલ ફ્રી અને અન્ય મહિલા કોચોને પણ બિલકુલ ફ્રી સરકારી હોસ્ટેલનો ઉપયોગ કરે છે તે ખરેખર ઘેર બંધારણીય છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે તેઓ નડિયાદ ખાતે પોતાનું સરકારી ક્વાર્ટર એચ આર એ કપાવીને રાખેલું છે. અને હિંમતનગર ખાતે હોસ્ટેલમાં પણ પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને સરકારી એ.સી નો ઓફિસમાં અને હોસ્ટેલ જેમા રેસીડેન્ટ માં ગેરકાયદેસર ઉપયોગ કરે છે. સરકાર શ્રી નો કોઈ પરિપત્ર નથી કે વર્ગ ત્રણ ના સંવર્ગ કર્મચારીઓ ને સરકારી એર કન્ડિશન વાપરી તેનું વીજ બીલ સર્વિસની જગ્યા કોઈપણ જાતના પરિપત્ર વિના ઉપયોગ કરવામાં આવે છે . તે ઘેર બંધારણીય છે. સાબર સ્ટેડિયમ હોસ્ટેલમાં વીઆઈપી રુમોમાં પરમેનેન્ટ રેસીડેન્ટ બનાવી સરકારી ખર્ચે સુખાકારી મેળવે છે વાર્ષિક લાખો રૂપિયાનો એર કન્ડિશન ના વીજ બિલ સરકારના નાણા ગેર માર્ગે વેડફાય છે (7) વર્ષ 2022/ 23 2023/ 24 ના વર્ષ માં ફિઝિયોથેરાપી ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદીમાં મૂળ કિંમત કરતાં ત્રણ ગણી કિંમતના બિલો મૂકી ભ્રષ્ટાચાર આચરવા માં આવ્યો છે (8) છેલ્લા ઘણા સમયથી પાણીની મોટર ના બિલો વારંવાર બગાડવાના કારણો બતાવી જી.એસ.ટી વગરના બિલો મૂકી સરકારી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવા માં આવે છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.(9) છેલ્લા ઘણા સમય થી મિનરલ આરો પ્લાન્ટ વારંવાર બગાડવાના કારણો બતાવી બહાર થી 25 રૂપિયાની કિંમતના 20 લીટર પાણીની બોટલ ૪૦ રૂપિયામાં ખરીદવામાં આવે છે. તેમાં પણ લાખો રૂપિયા નું પાણી બહારથી મંગાવી ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે અત્યાર સુધીના પાણીના બિલો જોવા જઈએ તો સાબર સ્ટેડિયમ તેના ચોથા ભાગની કિંમત માં પોતાનો મોટો મિનરલ ફિલ્ટર પ્લાન ખરીદી કરી શકે છે સરકાર ની ગ્રાન્ટ ના વ્યાપક પ્રમાણમાં દૂર ઉપયોગ થઈ રહ્યું છે. અને ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહેલ છે તે સ્પષ્ટપણે તપાસમાં બહાર આવે તેમ છે .(10 ) ખેલ મહાકુંભ એકેડમી રમતો ના આયોજન માં પોતાના મળતીયા અને ઓફિસ સ્ટાફ ના કર્મચારીઓ સાથે મળી પોતાની એજન્સી ઊભી કરી પોતાના માણસો મૂકી પરિપત્રો પ્રમાણે રમતવીરોને જમવા નું આપવાનું હોય છે શુદ્ધ પાણી પીવાનું આપવાનું હોય છે તે બિલકુલ આપવામાં આવતું નથી તેમાં પણ લાખો રૂપિયા ના બિલો તપાસવામાં આવે તો વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ પણે જણાઈ આવે તેમ છે ( 11) ડીએસડીઓ સાબરકાંઠા સાબર સ્ટેડિયમ ટેકનીકલ ખર્ચ ગ્રાન્ટ વાપરવા માટે પોતાની મર્યાદા બહાર ખર્ચ કરી સત્તાનો દુરુપયોગ કરે છે. ડીએસડી ઓ ની પોતાની સત્તાઓ માં રહી સરકારી પરિપત્રો પ્રમાણે મર્યાદામાં રહી ખર્ચ કરવાનો હોય છે અને વધારો ખર્ચ કરવાનો હોય તો ઉપર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સક્ષમ અધિકારી ને પરવાનગી લઈ ખર્ચ કરી શકે પણ એ વિષય પર પણ ઉપરી અધિકારીઓના સાઠ ગાંઠ કરી મિલી ભગત કરી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે(.12) ટ્રાન્સપોર્ટ બસનો ઉપયોગ રમત વિરંગનાઓને સ્કૂલમાં જવા માટે માત્ર દોઢ કિલોમીટરનો સ્કૂલ અને હોસ્ટેલ નું અંતર છે ટ્રાન્સપોર્ટ એજન્સીને ફાયદો કરાવવા માટે વધારાના કિલોમીટર બતાવી સ્કૂલથી હોસ્ટેલ લોંગ રૂટ બતાવી ટ્રાન્સપોર્ટ એજન્સી અને સાબર સ્ટેડિયમ ડી.એસ.ડી.ઓ અને ઓફિસ સ્ટાફના કર્મચારીઓ મિલીભગત કરી શાળાએથી હોસ્ટેલ આવા જવા ના વધાર કિલોમીટર ના બિલો પાસ કરી પોતાની સત્તાનો દુરુપયોગ કરી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે તકેદારી આયોગ વિજિલન્સ જેવી સંસ્થાઓના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે તો વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર જણાઈ આવશે (13) આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા પ્લેય & પ્લેય મા પાંચ વર્ષ થી ફી લેવામાં આવી તેની કોઈ ફી ની પહોંચ માંગવામાં આવેલ તો સાબર સ્ટેડિયમ દ્વારા એવું મૌખિક જણાવવામાં આવ્યું હતું કે અમે ફીની પહોંચ આપતા નથી આર.ટી.આઈ કરવા માં આવી અને પહોંચ ની નકલ માંગવામાં આવી તો રાતો રાત તેની ફી ની પહોંચો છપાવી ને પહોંચ તૈયાર કરવામાં આવી જો તે પહોંચ નુ એફએસએલ કરવામાં આવે તો સ્પષ્ટપણે તે જણાય આવે તેમ છે. તે વર્તમાન સમયમાં છપાવેલી છે તે જણાય આવશે અને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર જણાઈ આવે તેમ છે. ઉપરોક્ત સમગ્ર બાબત લોકમુખે ચર્ચાઈ રહી છે અને સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બને છે. સાબરકાંઠા ની જનતાની માંગ છે કે સાબર સ્ટેડિયમના ભ્રષ્ટાચાર અને ઉજાગર કરી ભ્રષ્ટાચારી અધિકારીઓને દૂર કરી કડક સજા કરવામાં આવે અને ઉપરોક્ત સમગ્ર બાબતો પર ઇન્કવાયરી બેસાડી સક્ષમ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ થાય તેઓ સાબરકાંઠાની જનતા સરકાર પાસે ન્યાય માગી રહે છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ