
પ્રિતેશ પટેલ,વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
વાંસદા નેશનલ પાર્કની અંદર વન્યપ્રાણી નો શિકાર કરનારાઓ ઝડપાયા!
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ નેશનલ પાર્ક માં અનેક વન્યજીવો પ્રાણીઓ પક્ષીઓ એમનું જીવન નિર્વાહ કરે છે.ત્યારે હાલ થોડા દિવસો પહેલાં વાંસદા નેશનલ પાર્ક ની અંદર રાખવામાં આવેલા ચૌશિંગાનો શિકાર કરવામાં આવ્યો હોવાની માહિતી આવી હતી.ત્યારે આમ જનતામાં અનેક કુટુંહલતા ચાલી રહી છે કે જંગલ ની અંદર હવે વન્ય પ્રાણીઓ પણ સુરક્ષિત નથી કે કેમ?જ્યારે હાલ પ્રાપ્ત માહિતી મૂજબ વાંસદા નેશનલ પાર્કના અધિકારીઓ દ્ધારા શિકાર કરનારા પાચ જેટલા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતાં.જ્યારે પકડાયેલા ઈસમો પર રા.ગુ.નં.૧૧/૨૦૨૪-૨૫ હેઠર ગુનો નોંધી તપાસ કરવામાં આવી હતી.ત્યારે પાચ જેટલા શિકાર કરનારાઓ ને ઝડપી પાડી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ-૧૯૭૨ ને આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જ્યારે અગાઉની વધુ તપાસ માટે કાર્યવાહી પ્રગતિમા હોવાનું જાણવા મળેલ છે.



