Rajkot: ૨૯ ઓગસ્ટે “મિશન શક્તિ” અને પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર યોજનાની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાશે
તા.૨૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: “મિશન શક્તિ” યોજનાના અમલીકરણ માટેની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક તા.૨૯/૦૮/૨૦૨૫ના રોજ સાંજે ૦૬.૦૦ કલાકે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાશે.
હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી મહિલાઓને તાત્કાલિક કાળજી, સમર્થન અને સહાય પૂરી પાડવી તથા પુનર્વસન સમુદાયના લોકોને સરકારી યોજનાઓ, કાર્યક્રમો તથા કાયદાકીય જોગવાઈઓ વિશે જાગૃત કરવા, વિવિધ યોજનાઓ હેઠળ ફરજ બજાવનારનું તાલીમ અને ક્ષમતાવર્ધન કરવું, જાતિગત અસમાનતા અને લૈંગિક પસંદગી નાબુદ કરી બાળકીનું અસ્તિત્વ, રક્ષણ, શિક્ષણ અને વિકાસ સુનિશ્ચિત કરવું તે હેતુથી ‘‘મિશન શક્તિ’’ યોજના અમલી બનાવાઇ છે, જેની અમલીકરણ સમિતિની બેઠકમાં સંબધિત વિભાગના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.