AHAVADANGGUJARAT

ગિરિમથક સાપુતારા ખાતે ઠંડીનાં પગરવમાં પ્રકૃતિનાં ખોળાને શણગારતો વિન્ટર ફેસ્ટિવલનો દબદબાભેર પ્રારંભ.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલનાં હસ્તે સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યનાં અદ્વિતીય સંગમમાં પ્રવાસીઓ માટે સાત દિવસીય વિન્ટર ફેસ્ટિવલને ખુલ્લો મુકાયો.

પ્રથમ દિવસે ઇન્ડિયન આઈડલ ફેમનાં પ્રખ્યાત કલાકાર પવનદીપ રાજન અને ચેતના ભારદ્વાજે સ્ટેજ ગજવ્યુ..પેટા:-સાપુતારામાં સૌ પ્રથમવાર ભવ્ય ડ્રોન લાઈટ શો દ્વારા આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો..

ગિરિમથક સાપુતારા ખાતે આજથી ‘સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫’નો પ્રારંભ થયો છે. ગુજરાતનુ સૌથી લોકપ્રિય અને એકમાત્ર હિલ સ્ટેશન જ્યાં ચોમાસા દરમિયાન લોકકલા અને કુદરતી સૌંદર્યનો સમન્વય જીવંત તહેવાર બની જાય છે. વેકેશનની અસલી મજા, પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ અને મનોરંજક કાર્યક્રમોની લિજ્જત માણવા પ્રવાસીઓ સાપુતારાના સોહામણા પર્યટક સ્થળે આવી પહોચ્યા છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ તેમજ સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમના ‘સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ ૨૦૨૫’નો ઉદ્ઘાટન સમારોહ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ હસ્તે તા.૨૫ ડિસેમ્બરના રોજ સાંજે ૭ કલાકે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સાપુતારામાં બારેમાસ પ્રવાસીઓ આવે છે જેના કારણે સ્થાનિકોને રોજગારી મળી રહે છે. ડાંગ ના પ્રવાસન સ્થળો જેમાં ગીરા ધોધ, પાડવા ગુફા, ડોન હિલ સ્ટેશન, મહાલ ઇકો કેમ્પ સાઈડ, શબરીધામ વિગેરે તમામ ઇકો પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટે પ્રવાસન વિભાગ અને સાપુતારા એરિયા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી અહીં આવનારા તમામ પ્રવાસીઓની સુખાકારી અને સુરક્ષા માટે હર હંમેશા તત્પર છે.આપણા સમૃદ્ધ વારસાને આધુનિકતાન સાથેના સંગમ માટે શ્રેય આપવો હોય તો નરેન્દ્રભાઇ મોદીને આપવો જોઈએ, કેમ કે એમની જહેમત અને ગુજરાતના એમના પ્રેમ અને લાગણીને લીધે આજે પ્રવાસન ક્ષેત્રે આપણે હરણફાળ ભરી છે. નરેન્દ્રભાઈ મોદી ૨૦૦૧માં મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાત પ્રવાસન ક્ષેત્રે માર્કેટિંગ, બ્રાન્ડિંગ તેમજ ગુજરાતની ધરોહરના પ્રચાર પ્રસાર અને વિકાસના વેગ સાથે ચાલુ રાખ્યો હતો. હાલના વડાપ્રધાનએ આપણા ગુજરાતને વર્ષ ૨૦૦૬ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવીને ગુજરાતને વૈશ્વિક ફલક પર સ્થાન અપાવ્યું. નરેન્દ્રભાઇ મોદીએ જે કેદી કંડારી તે આપણા લોક લાડીલા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી ગુજરાત ટુરિઝમ યાત્રાધામો, પહાડો, જળ પર્યટન, એડવેન્ચર, સ્પોર્ટ્સ, એક્ટિવિટી જેવા આકર્ષણો વધારી ગુજરાતની ધરામાં યશકલગી ઉમેરી પ્રવાસીઓને સતત આકર્ષ્યા છે.સાપુતારામાં વર્ષ ૨૦૦૯ થી મોન્સૂન ફેસ્ટિવલ, વિન્ટર ફેસ્ટિવલ, સ્મર ફેસ્ટિવલ, કાઈટ ફેસ્ટિવલ જેવા વિવિધ ફેસ્ટિવલો શરૂ કરવામાં આવ્યાં હતાં. આ ફેસ્ટિવલો યોજી અહીં આવતાં પ્રવાસીઓને તમામ પ્રકારની સુવિધાઓ પૂર્ણ કરવા સરકારી તંત્ર કટ્ટીબધ છે.ડાંગ જિલ્લામાં રોડ, રસ્તા, પાણી આરોગ્ય, શિક્ષણ વિગેરે તમામ પ્રકારની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમ  વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું.સાપુતારામાં આવતાં પ્રવાસીને મૈત્રીપૂર્ણ ભાવ સભર કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે તેમ જિલ્લા કલેકટર  શાલિની દુહાને પોતાના પ્રાસંગિક ઉદભોદનમાં જણાવ્યું હતું.સાપુતારામાં સનસેટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. બાળકો માટે બાગ બગીચાઓમાં રમતગમતના સાધનોમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સાપુતારા આવતાં પ્રવાસીઓની સુરક્ષામાં વધારો કરવા ફાયર ફાઇટર જેવા સુરક્ષાના નવીન સાધનોમાં વધારો કરાશે, એડવેન્ચર એક્ટિવિટીમાં વધારો કરવો ઇકો પાર્ક પણ વિકસાવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું. ડાંગ તેમજ સાપુતારા આવતાં પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણે સાથે જ દરેક જગ્યાએ સ્વછતા જાળવવાની અપીલ કલેકટરે કરી હતી.ઉદ્ઘાટન સમારોહની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં ડાંગના સ્થાનિક કલાકારો દ્વારા દેશ વિદેશમાં પ્રખ્યાત ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથેજ ઇન્ડિયન આઇડલ ફેમ પવનદીપ રાજન અને ચેતના ભારદ્વાજે પોતાના મધુર સંગીતના શૂર રેલાવી વાતાવરણને ખુશનુમા બનાવ્યું હતું.સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં આજરોજ સૌ પ્રથમવાર ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું હતું. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા સાપુતારા, એડવેન્ચર પ્રવૃત્તિઓ તથા અન્ય પ્રતિકોની રચનાઓથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. ડ્રોન લાઈટ શો દ્વારા આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો.સાપુતારા ખાતે વેકેશન ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં, નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી  સુભાષભાઈ ગાઇન,મહામંત્રી હરિરામ સાંવત,સહિતના પદાધિકારીઓ, ડાંગ જિલ્લા કલેકટર  શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી  કે.એસ. વસાવા, પોલીસ અધિક્ષક  પૂજા યાદવ, નિવાસી અધિક કલેકટર  યુ. વી. પટેલ, ચીફ ઓફિસર નોડિફાઈડ એરિયા આઈ એમ સેયદ, આહવા મામલતદાર આર. એમ. મકવાણા, સાપુતારા હોટેલ એસોસિઅનના સેક્રેટરી તુકારામભાઈ કરડીલે, સ્થાનિક આગેવાન સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો તેમજ કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!