મધવાસ અવન્તીકા પેટ્રોલપંપ પાસે એક કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા એસઆરપી જવાનનું સારવાર દરમિયાન મોત

તારીખ ૧૯/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ અવન્તીકા પેટ્રોલ પંપ પાસે એક ફોર વ્હીલર ગાડી અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ફોર વ્હીલર ચાલક એસઆરપી જવાનનું સારવાર દરમિયાન મોત.
કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગત અનુસાર કાલોલ તાલુકાના મધવાસ અવન્તીકા પેટ્રોલ પંપ પાસે આવેલ કટ પાસે ફોર વ્હીલર ચાલક એસઆરપી જવાન બાબુભાઇ કાંતીભાઈ ઝાલા પોતાની ક્વીડ ફોર વ્હીલર જીજે-૦૬-એલબી-૫૯૦૭ નંબરની ગાડી લઈને અંદાજીત ડોઢક વાગ્યાના આજુબાજુ એક કન્ટેનર ગાડી નંબર એનએલ-૦૧-એએફ-૮૯૭૫ ના ચાલકે પોતાના કબ્જાના કન્ટેનર પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી એસઆરપી જવાન ની ફોર વ્હીલ ગાડીને અડફેટે લઇ એક્સીડન્ટ કરતા બાબુભાઈ ને માથા પર તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેવો નું સારવાર દરમિયાન મોત નિપજયું હતું જે અંગેની ફરિયાદ મરણ જનાર એસઆરપી જવાન ના ભાઇ દ્વારા અકસ્માત સર્જી ભાગી જનાર કન્ટેનર ચાલક વિરૂધ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.





