GUJARATKHERGAMNAVSARI

ખેરગામના વાડ હાઇસ્કુલ વાડમાં ઇનામ વિતરણ અને વાલી સંમેલન યોજાયું

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

  •       એમ.સી.એલ.પટેલ.હાઇસ્કુલ વાડ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ અને વાલી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં શિક્ષણપ્રેમીઓ,શુભેચ્છકો અને વાલીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉમેશભાઈ એમ.પટેલ(પીપલગભાણ) અને મુખ્ય મહેમાનો અનિલભાઈ એન.પટેલ, હર્ષદભાઈ એન.પટેલ, અનિલસિંહ એ.ઠાકોર,ચેતનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.સંચાલક મંડળના પ્રમુખ લલ્લુભાઈ આર.પટેલ અને ટ્રસ્ટી દિનેશભાઈ બી.પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળાના બાળકો દ્વારા ગરબા,ડાન્સ,નૃત્યો જેવી આકર્ષક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં અને પરીક્ષામાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી નવાજ્યા હતા.કાર્યક્રમનું સંચાલન મ.શિ.અજયકુમાર મિસ્ત્રીએ કર્યું હતું,આચાર્ય મયુરભાઈ પટેલ દ્વારા ધોરણ-10 અને 12 નાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પરીક્ષા સબંધી માર્ગદર્શન આપી અંતે આભારવિધિ કરવામાં આવી હતી અને તમામ મહેમાનો,અને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!