આણંદ 26મી જાન્યુઆરી એ ઇન્ડિયા મેમણ જમાત દ્વારા સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ યોજાયું.

આણંદ 26મી જાન્યુઆરી એ ઇન્ડિયા મેમણ જમાત દ્વારા સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ યોજાયું.
તાહિર મેમણ – આણંદ – 26/01/2026 – સમગ્ર દેશ આજે 26મી જાન્યુઆરી ની ઉજવણી કરી રહ્યું છે આ પ્રસંગ ને ખાસ બનાવવા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ની આણંદ ની યુથ વિંગ દ્વારા રહેમત હોસ્પિટલ એન્ડ લેબોરેટરી એ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જનરલ,આંખ,લેબોરેટરી,હોમિયોપેથીક,બાળરોગ અને મહિલા રોગો નું નિદાન તેના નિષ્ણાત ડૉકટર દ્વારા ફ્રી ચેક અપ કરી ફ્રી દવાઓ આપવામાં આવી.જેમાં 130 થી વધુ લોકો એ લાભ લીધો જેમાં મોતિયા ના 9 વ્હેલ ના 4 અને છારી ના 7 દર્દીઓ નું મફત ઓપરેશન કરાવી આપવામાં આવશે. આ કેમ્પ માં *ડો.ફેનીલ વારીયા, ડૉ.પૃથ્વી પટેલ,ડૉ.દ્રષ્ટિ પટેલ, અને લેબ ટેક્નિશીયન મહેક મેમણ* દ્વારા સેવા આપવામાં આવી.આ ખાસ પ્રસંગે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ની આણંદ યુથ વિંગ ની રચના કરવામાં આવી.જેમાં AIMJF આનંદ યુથ કન્વીનર મોઇનુદ્દીન નાથાણી(રાજા મેમણ) દ્વારા AIMJF આણંદ યુથ કો.ઓર્ડીનેટર તરીકે તુફેલ આર મેમણ ને નિયુક્ત કરી યુથ ટીમ ના તમામ સભ્યો ને નિમણુંક પત્ર અને આઈ કાર્ડ આપવામાં આવ્યા.આ ખાસ પ્રોગ્રામ માં *ગુજરાત હાઈકોર્ટે ના એડવોકેટ મહેશ ભાઈ મકવાણા ,માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શકીલ ભાઈ અને ઉ.પ્રમુખ આરીફ ભાઈ શેખ* એ હાજર રહી યુવાઓનો ઉત્સાહ વધાર્યો.સાથે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન આણંદ ના *જોનલ સેક્રેટરી જાવેદ ભાઈ મેમણ,મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ઈલિયાસ ભાઈ મેમણ,આ.રજ્જાક મેમણ(રાજુભાઈ અમદાવાદી) AIMJF બરોડા યુથ ટીમ ના કન્વીનર સૂફીયાન મેમણ અને તેમની ટિમ, બરોડા યુથ અગ્રણી સરફરાઝ ભાઈ* અને સાથે આણંદ ના સામાજિક અગ્રણીઓ,અને ખાસ લેડીઝ ટીમે પણ હાજરી આપી.આ કેમ્પ ને સફળ બનાવવા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન આણંદ યુથ વિંગ ના *કન્વીનર મોઈનુદ્દીન નાથાણી(રાજા),યુથ કો.ઓર્ડીનેટર તુફેલ મેમણ,સેક્રેટરી ઉમેર મેમણ,જો.સેક્રેટરી આસિફ મેમણ* અને આણંદ ની યુથ ટિમ ના તમામ સભ્યો એ ખૂબ જહેમત ઉઠાવી.ખાસ કેમ્પ માં મદદરૂપ થવા બદલ રહેમત હોસ્પિટલ&લેબોરેટરી ના તમામ સ્ટાફ મિત્રો નો ખુબ ખુબ આભાર.




