MORBI મોરબીમા રાત્રિ દરમિયાન નાના વેપારીઓને ધંધા પર જઈને પોલીસ દ્વારા કરવામાં આવતી કનડગત

MORBI મોરબીમા રાત્રિ દરમિયાન નાના વેપારીઓને ધંધા પર જઈને પોલીસ દ્વારા કરવામાં આવતી કનડગત
ગુજરાત સરકારના પરીપત્ર મુજબ અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અમુક ખાણી પીણી ન ધંધાઓ ચાલુ રાખવા માટે છૂટ આપવામાં આવી છે પરંતુ મોરબી પોલીસ દ્વારા અમુક વેપારીઓને રાત્રી દરમિયાન ધંધા પર જઈ ને ખોટી રીતે કનડગત કરવામાં આવે છે અને અભદ્ર વર્તન કરવામાં આવે છે તથા ત્યાં ઊભેલા ગ્રાહકો સાથે પણ અયોગ્ય વર્તન કરવામાં આવે છે. સામે આવેલ ફૂટેજ માં મોરબી પોલીસ ના અધિકારી તેમના મળતિયાઓ સાથે આ વિસ્તારો માં પડેલ વાહનોમાં નુકશાન કરતા નજરે પડે છે જેમાં વાહનો ની હવા કાઢી નાખવી, પ્લગ તોડી નાખવા k પછી વાલ પર બ્લેડ મારીને ટાયર ને નુકશાન કરવું જેવી બાબતો સામેલ છે. તંત્ર માટે આ ઘટના શરમજનક છે. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા 26 ઓગસ્ટે કલેક્ટરને રાત્રિ દરમિયાન આ ધંધાઓ ખુલ્લા રાખવા માટે વેપારીઓ ના હિતમાં આવેદન આપવામાં આવ્યું હતું પરંતુ જો તંત્ર આવી હરકતો કરશે અને ટૂંક સમયમાં સંતોષકારક નિવારણ નઈ લાવે તો તમામ વેપારીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે.










