DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા તાલુકાના દાંતા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ એનાયત કરાયા

***

 માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        ખંભાળિયા તાલુકાના દાંતા ગામે  ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણની સૌએ સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૭ જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મ નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

        આ તકે “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે  વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું.

        દાંતા ગામની શાળાના બાળકોએ ધરતી કહે પુકાર કે અંતર્ગત પ્રાકૃતિક ખેતીને અપનાવવા અને ધરતીને વિવિધ રસાયણોથી થતા નુકસાનને દૂર કરવા અંગે નુકકડ નાટક થકી પ્રેરક સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો.

        આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી કે. વી. શેરઠીયાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝારખંડથી શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મૂળ હેતુ સરકારશ્રીની યોજનાઓનો વ્યાપ વધારવા અને વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોપયોગી અનેક યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે તેની જાણકારી આપવા માટે આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભ લેવાથી કોઈ વંચિત ન રહી જાય તે માટે આપણે પણ નાગરિક તરીકે ફરજ અદા કરી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ થાય તે દિશામાં કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો હતો.

                આ કાર્યક્રમમાં મામલતદારશ્રી વિક્રમ વરૂ, લીડ બેંકના મેનેજરશ્રી વર્મા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ઘનશ્યામસિંહ જાડેજા, અગ્રણીશ્રી સી.એલ.ચાવડા, રાજુભાઈ સરસીયા, નટુભાઈ, સોમાભાઈ, જસવંતસિંહ, મુકેશગીરી સહિત અન્ય મહાનુભાવો, અધિકારીશ્રીઓ, સંબંધિત વિભાગના કર્મીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!