વડાલી ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ

*વડાલી ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ*
*****
સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર દ્વારા નારી વંદન ઉત્સવ-૨૦૨૪ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ, ICDS વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી કુ.અનસુયાબેન ગામેતીની ઉપસ્થિતિમાં સી.જે પટેલ હાઈસ્કુલ વડાલી ખાતે કરવામાં આવી હતી.
ઉપસ્થિત પદાધિકારીશ્રી તથા અધિકારીશ્રીઓ દ્વારા દિકરીઓના આરોગ્ય અને સ્વાસ્થ અંગે માહિતી તથા મહિલાલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી. ICDS વિભાગ દ્વારા વાનગી નિદર્શ કરવામાં આવ્યુ હતુ. RBSK ટીમ દ્વારા દરેક દિકરીઓનું હિમોગ્લોબીન તેમજ વજન ઉંચાઈ વગેરે માપણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વડાલી નગરપાલિકા પ્રમુખ યુવરાજસિંહ ભાટી, પ્રોગ્રામ ઓફિસર .કે.એસ.ચારણ,જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ.પી.એસ.ત્રિવેદી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, સીડીપીઓશ્રી, આચાર્યશ્રી તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
અહેવાલ:- પ્રતીક ભોઈ



