Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા એનિમિયા ચેકઅપ કેમ્પ યોજાયો

તા.૧૬/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ આરોગ્ય કેન્દ્ર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા એનિમિયા ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે રાજકોટ જિલ્લામાં પણ તા.૭ ઓકટોબરથી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વિકાસના વિવિધ પ્રકલ્પોનુ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત વિવિધ કચેરીઓ દ્વારા સરકારની જુદી-જુદી યોજનાઓ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વિકાસ સપ્તાહના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ મહિલા એનિમીયા ચેકઅપ કેમ્પમાં કેમ્પસની વિદ્યાર્થિનીઓ, હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ આ કેમ્પમાં ઉપસ્થિત રહી એનિમિયા ચેકઅપ કરાવ્યું હતું. આ તકે ડોક્ટરની ટીમ તેમજ રજીસ્ટ્રારશ્રી પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.






