GUJARATNAVSARIVANSADA

વાંસદા તાલુકામાં મનરેગા કામ કરતી મહિલાઓ છેલ્લા ત્રણ મહિનાથી પગારથી વંચિત: ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મનરેગા હેઠળ કામ કરતા હજારો શ્રમિકોને છેલ્લા ત્રણ મહિનાથી  મજૂરી નહીં મળતા પરિસ્થિતિ કફોડી બની છે. રોજંદી કમાણી પર નિર્ભર રહેલા ગરીબ અને આદિવાસી શ્રમિકો માટે ઘરખર્ચ ચલાવવો હવે મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, જેમણે ખુલ્લેઆમ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. મળતી માહિતી તાલુકાની અંદાજે 84 ગ્રામ પંચાયતોમાં મનરેગા કામકાજ ચાલુ હોવા છતાં મજૂરોને છેલ્લા ત્રણ મહિનાથી મજૂરીપરિવારો આર્થિક સંકટમાં સપડાયા છે. ખોરાક, બાળકોના અભ્યાસ, આરોગ્ય જેવી આવશ્યક જરૂરિયાતો માટે પૈસાની તંગી ઊભી થઈ છે.આ ગંભીર મુદ્દે વાઘાબારી દૂધ મંડળી ખાતે શ્રમિક મહિલાઓએ એકત્રિત થઈ ધારાસભ્ય અનંત પટેલ સમક્ષ પોતાની વેદના રજૂ કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે અમે કામ તો કરીએ છીએ, પરંતુ મહેનતાણું સમયસર મળતું નથી. હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.” આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે સરકાર પર તીખા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “ગામડાના ગરીબોને રોજગાર મળે તેસરકારે મહાત્મા ગાંધીના નામે મનરેગા કાયદો અમલમાં મૂક્યો હતો, પરંતુ હાલની સરકારે આ યોજનાને ખોખલી બનાવી દીધી છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મજૂરોની મહેનતનો પૈસો અટકાવવો એ તેમના અધિકારોનું હનન છે. જો તાત્કાલિક બાકી મજૂરી ચૂકવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા મજબૂર થઈશું.” શ્રમિક મહિલાઓએ પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવશે તો તેઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

 

Back to top button
error: Content is protected !!