ARAVALLIGUJARATMODASA

વરથું ગામે મહિલાઓએ બાળપણ યાદ કર્યું: સંગીત ખુરશી અને હરોળ જેવી રમતો સાથે ૧૨૫ મહિલાઓએ નારી શક્તિ પર્વ ઉજવ્યું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

વરથું ગામે મહિલાઓએ બાળપણ યાદ કર્યું: સંગીત ખુરશી અને હરોળ જેવી રમતો સાથે ૧૨૫ મહિલાઓએ નારી શક્તિ પર્વ ઉજવ્યું

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોડાસા તાલુકાના વરથું ગામમાં એક પ્રેરણાદાયી અને ઉત્સાહભર્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ભજન ગ્રુપની મહિલાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નારી શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેમાં ૧૦ વર્ષની બાળાઓથી માંડીને ૭૦ વર્ષના વૃદ્ધા માતાઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય પ્રવક્તા સ્નેહલબેન પટેલ તેમજ પ્રજ્ઞાબેન દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમણે ‘નારી તું નારાયણી’ વિષય પર ભાર મૂકતા સમાજમાં મહિલાઓના મહત્વ અને તેમની શક્તિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ ઉજવણીની ખાસિયત એ રહી કે, મહિલાઓને તેમનું બાળપણ યાદ આવી જાય તેવી વિવિધ દેશી રમતો રમાડવામાં આવી હતી. સંગીત ખુરશી અને એક હરોળથી બીજી હરોળ જેવી રમતોમાં મહિલાઓ મન મૂકીને જોડાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર એન્કરિંગ ગ્રીયા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું સફળ આયોજન શિલ્પાબેન પટેલ અને પ્રેક્ષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.ગામની અંદાજે ૧૨૫ જેટલી મહિલાઓએ આ કાર્યક્રમનો લ્હાવો લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહિલાઓએ અલ્પાહારમાં ચા-નાસ્તો અને લસ્સીની મજા માણી હતી અને પરસ્પર મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી છુટા પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!