
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : બાગાયત વિભાગ દ્વારા મહિલાઓ (સ્ટાઇપેન્ડ) તાલીમનું આયોજન શિવરાજપુર કંપા ખાતે કરાયું, વિવિધ વાનગીઓ બનાવવામાં આવી
બાગાયત વિભાગ દ્વારા તા. 11/7/24 થી 12/7/24 સુધી બે દિવસ તાલીમનુ આયોજન કરવામાં આવ્યું જે બાગાયત વિભાગ દ્વારા મહિલા સ્ટાઇપેન્ડ તાલીમ નુ આયોજન વાણીયાવાડા પંચાયતના શિવરાજ પુરા કંપા સખીમંડળ ના પ્રમુખ પટેલ અર્પીતાબહેન નરેન્દ્રભાઇના ધરે રાખવામાં આવી હતી જેમાં સખી મંડળની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા બાગાયત વિભાગમાંથી ગઢવીભાઈ, કૈલાસબહેન અને અનસુયાબહેન તેમજ બાયફ સંસ્થામાંથી શિલ્પાબહેન તેમજ ડામોર બાબુભાઈ અને જાડેજા શૈલેન્દ્રસિંહ તાલીમ મા ઉપસ્થિત રહ્યા હતા અને સખીમંડળના કુલ 50 બહેનો આ તાલીમમા ઉપસ્થિત રહ્યા હતા બે દિવસ ની તાલીમમા ગઢવીભાઈ એ વાનગી બનાવવાનું માર્ગદર્શન આપ્યુ અને કૈલાસબહેન અને અનસુરયાબહેન ને બહેનો ને વાનગીઓ બનાવવાનુ શીખાડવામાં આવ્યુ હતું વાનગીઓ જેવી કે ખજૂરનું અથાણું,કારેલાનું અથાણું, ગાજરનું અથાણું, ઉપરાંત ટોપરાના લાડુ મિક્સ જામ,લીંબુ, મરી,આદુનો શબરત, તેમજ સફરજન નો શરબત અને અલગ અલગ ટુટીફૂટી બનાવવા માટે બહેનોને માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત બહેનોને બે દિવસ માટેનું મહેતાણું પણ આપવા આવશે રૂપિયાબહેનોના ખાતામાં જમા થશે બાગાયત વિભાગ દ્વારા તાલીમ મેળવેલ બહેનો ને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા અને તાલીમ પૂર્ણ થતા આભાર વિધિ સાથે બે દિવસની તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી





