
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ઉમિયા મંદિર મોડાસા ખાતે કેન્સરથી બચવા મહિલાઓને સર્વાઇકલ રસીનો સૌપ્રથમ ડોઝ આપવામાં આવ્યો
ઉમા મહિલા મંડળ મોડાસા મોડાસા અને અખિલ ભારતીય સત પંથ મહિલા સંઘ અરવલ્લીના સહયોગથી અરવલ્લીની બહેનો કેન્સર મુક્ત થાય માટે સર્વાઇકલ રસીનો પ્રથમ ડોજ આપવામાં આવ્યો. ડૉ.મંજલ પંડ્યા દ્વારા રસીકરણ કરવામાં આવ્યું કેન્સર મુક્ત રસીકરણ અભિયાનમાં કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા મંડળે ઝુંબેશ ઉઠાવી 160 જેવી બેન દીકરીઓએ ને સર્વાઇકલ રસી નો પ્રથમ ડોજ લીધો. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના પટેલ ચંદનબેન ઋષિરાજ ચેરીટેબલ, સર્વ સેવા ટ્રસ્ટ, ઉમા મહિલા મંડળ, અખિલ ભારતીય સતપંથ સનાતન મહિલા સંઘ સંયુક્ત ઉપક્રમે કેન્સર મુક્ત અભિયાનના સંદર્ભમાં સર્વાઇકલ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. કાર્યક્રમની સફળતા માટે પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી. શાહ, ડો.આર.સી. મહેતા અખિલ ભારતીય સતપંથ સનાતન મહિલા સંઘના પ્રમુખ પુનમબેન ભગતે પણ શુભેચ્છાઓ પાઠવી.





