GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસની ઉત્તરાયણ માટે અનોખી પહેલ:પતંગ વિતરણ સાથે સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું.

 

તારીખ ૧૫/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માત્ર પતંગનું વિતરણ જ નહીં, પરંતુ બાળકોને સાઇબર ક્રાઇમ ની જાગૃતતા આવે અને ઉત્તરાયણ દરમિયાન ધ્યાનમાં રાખવાના સુરક્ષાના મહત્વપૂર્ણ પાસાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી જેમાં પોલીસે બાળકો ને સલામત રીતે તહેવારની ઉજવણી કરવા માટેના વ્યવહારિક સૂચનો આપ્યા અને તેમને જવાબદારીપૂર્વક આનંદ માણવા પ્રોત્સાહિત કર્યા હતા.આ નવતર પહેલથી પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ખાસ કરીને બાળકોમાં પોલીસ પ્રત્યેનો ડર દૂર થઈને વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. આવા સામાજિક કાર્યક્રમો થકી કાલોલ પોલીસ વિભાગ સમાજ સાથે સીધો અને સકારાત્મક સંવાદ સ્થાપી રહ્યું છે, જે સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવવામાં મદદરૂપ થશે તે હેતુથી ગતરોજ કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પીકે ક્રિશ્ચયન અને ટાઉન પોલીસ જમાદાર ભાવેશભાઇ કટારીયા સહિત પોલીસ ટીમ દ્વારા જાહેર રસ્તા ઉપર અવરજવર કરતા વાહન ચાલક અને બાળકોને પતંગ વિતરણ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!