વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
“નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત “મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી” થીમ પરત્વે પંચાયત વિભાગ, શિક્ષણ વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા પશુપલ વિભાગ, જિલ્લા અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સંકલન કરી સ્થાનિક મહિલા સરપંચશ્રીઓ, મહિલા ખેડૂતો, મહિલા પશુપાલકો, સ્થાનિક મહિલાઓ સાથે મળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાનાં ઉપ-પ્રમુખ શ્રી અંબાબેન માહલા, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી અરવિંદભાઈ પાઠક, જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી બાબજુભાઈ ગાયકવાડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સીતાબેન પટેલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રીપલ એમ. ચૌધરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી બીજે ગામીત, જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી રામભાઈ પટેલ, જિલ્લા મિશન કો-ઓર્ડીનેટર અસ્મિતા ગાંધી, osc કેન્દ્રના કેન્દ્ર સંચાલક હર્શિદાબેન પટેલ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપ-પ્રમુખ શ્રી અંબાબેન માહલા અને જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પાઠક દ્વારા ધોરણ 10, અને ધોરણ 12 માં પ્રથમ 3 ક્રમાંક મેળવેલ દીકરીઓનું પ્રમાણપત્ર, સાલ, બેટી બચાવો બેટી પઢાઓ સિમ્બોલ પ્રીન્ટેડ મગ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ મહિલાઓનું સાલ ઓઢડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અંબાબેન માહલા સહિત વિવિધ અધિકારી પદાધિકારીશ્રીઓએ પ્રસંગિક ઉદ્બોધન દ્વારા મહિલાઓને તેઓના હક અને અધિકારો વિશે જાગૃત કર્યા હતા.