વિજાપુર મુસ્લીમ સમાજ દ્વારા વકફ બીલ યુ.સી.સી ના વિરોધમાં મામલતદાર ને આવેદનપત્ર આપવા જતા ૬૦ થી વધુ યુવકો અને આગેવાનોની અટકાયત કરાઈ
વિજાપુર મુસ્લીમ સમાજ દ્વારા વકફ બીલ યુ.સી.સી ના વિરોધમાં મામલતદાર ને આવેદનપત્ર આપવા જતા ૬૦ થી વધુ યુવકો અને આગેવાનોની અટકાયત કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મુસ્લીમ સમાજ દ્વારા વકફબીલ અને યુ.સી.સી ના મુદ્દે સંસદ મા લેવામાં આવેલ નિર્ણયના વિરોધમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવા જતા મુસ્લીમ યુવકો અને સમાજના આગેવાનો ની પોલીસ અધિકારી વનરાજ સિંહ ચાવડાએ અટકાયત કરી બે જેટલી ગાડીઓ ભરી વસઇ પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં અટકાયતી પગલાં ભરી કાર્યવાહી હાથ ધરી હતી. મુસ્લીમ સમાજ ના અગ્રણી તલત મહેમુદ સૈયદ ના આગેવાની મા વકફબીલ તેમજ યુનિફોર્મ સીવીલ કોડ યુસીસી ના મુદ્દે સંસદ ભવન મા બીલ પાસ કરવા મા આવેલ બીલ પાસ ના વિરોધમાં રેલી નીકળી હતી. મામલતદાર કચેરીએ પોહચે તે પહેલાં પોલીસ અધિકારી વનરાજ સિંહ ચાવડાએ મુસ્લીમ સમાજ ના અગ્રણી તલત મહેમુદ સૈયદ તેમજ અસપાક અલી સૈયદ,સાદિક કુરેશી, તંજીલ સૈયદ, સહિત ૬૦ થી વધુ યુવકો ની અટકાયત કરી વસઇ પોલીસ મથકે મોકલી આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વકફ બીલ યુ.સી.સી બીલ પરત ખેંચો મુસ્લીમ સમાજ માં દખલ કરવાનું બંધ કરો સરકારની તાનાશાહી નહિ ચલેગી ના નારા ઓ લગાવ્યા હતા.