વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ આહવા તરફથી વાંસદા તરફ જઈ રહેલ વેગીનોર કાર.ન.જી.જે.05.જે.એચ.9799 અને સુરત તરફથી આહવા તરફ આવી રહેલ ફોર્ડ ગાડી.ન.જી.જે.05.સી.એસ.9148 જે બન્ને આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં મૂળચોંડ ગામ નજીક સામસામે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતનાં બનાવમાં બન્ને કારને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે બન્ને કારનાં ચાલક સહિત સવારોનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.