GUJARATNAVSARIVANSADA

વાંસદા ખાતે જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે વાંસદા તાલુકામાં રહી વિવિધક્ષેત્રે જેમણે સિધ્ધી મેળવી જેઓનું સન્માન જેસીઆઇ વાંસદા રોયલના પ્રમુખ જેસી એડવોકેટ વિજયભાઈ પટલના હસ્તે કરવામાં આવ્યું

જેમાં દીપતીબેન પરેશભાઈ પટેલ તાલુકા પંચાયત વાંસદાના પ્રમુખ, તથા કુમારી કાજલબેન મુળજીભાઈ માહલા માઉન્ટેનીયરક્ષેત્રે સિદ્ધિ મેળવી તથા કુમારી પુણિમાબેન વિપુલભાઈ ભાવસાર શિક્ષણક્ષેત્રે તથા બીજા અન્ય ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓને મહિલાદિન નિમિત્તે સન્માન કરી નારીશકિતિને બિરદાવી સમાજમાં નારી સશક્તિકરણને વેગ આપવાનું કામ જેસીઆઈ વાંસદા રોયલના પ્રમુખ જેસી એડવોકેટ વિજયભાઈ પટેલ અને સમગ્ર ટીમે કયુઁ હતું આ પ્રસંગે જેસીઆઇ વાંસદા રોયલના નિલેશભઈ પારેખ , આશિષભાઇ સોલંકી, મીતુલભાઈ ભાવસાર , ઝીલભાઈ શમાઁ, સેકેટરી કુલદીપ સુરતી સહિતના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!