સુરેન્દ્રનગરના સાયલાના પાળીયાદ હાઇવે પર આવેલ વાટવછ ના બોર્ડ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત.. ડમ્પર અડફેટે સ્કૂલવાન આવી જતા 12 જેટલા બાળકો થયા ઈજાગ્રસ્ત.રજાનો દિવસ હોવા છતાં સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી માટે બાળકોને શાળાએ બોલાવ્યા હતા.કાર્યક્રમ પૂર્ણ કરી ઉમાપર ગામે પરત ફરતા સર્જાયો ગમખ્વાર અકસ્માતસારવાર માટે પ્રથમ સાયલા લઈ ગયા. બાદ વધુ ઇજા પામેલા બાળકોને સુરેન્દ્રનગરની હોસ્પિટલે કરાયા રિફર.સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ 3 બાળકોને સારવાર માટે લાવ્યા બાદ એક બાળકને સારવારમાં થયું મોત.રોહિતભાઈ ભરતભાઈ વજકાણી ધો.8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું થયું મોત.સુદામડા ઉપાસના વિદ્યાલયના વિદ્યાર્થીઓઓની સ્કુલવાનને નડ્યો અકસ્માત. અકસ્માત બાદ ડમ્પર ચાલકને પોલીસે ઝડપી કાર્યવાહી કરી.
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા
«
Prev
1
/
81
Next
»
ટંકારા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતીને ભારે નુકસાન,મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદારને આવેદન આપવા આવ્યા
સસ્તા અનાજ ના દુકાનદારો એક સાથે રાજીનામાં આપશે, બીજા દિવસની મંત્રણા પણ નિષ્ફળ : પ્રહલાદ મોદી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેઘદૂત સિનેમા પાસે ગો.માસ ઝડપાયો