GUJARATJUNAGADH

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત માળિયા સબસેન્ટર ખાતે મહિલાઓની આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત માળિયા સબસેન્ટર ખાતે મહિલાઓની આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળિયા સબસેન્ટર ખાતે મહિલાઓની આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો.સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરી ના માળિયા ૧ સબસેન્ટર ખાતે મેડિકલ ઓફિસર ડો.સ્વપ્ના ભરડા , લેબ ટેક હીનાબેન કમાણી તથા માળિયા ૧ સબસેન્ટર ની આરોગ્ય ટીમ દ્વારા સગર્ભાઓનું સ્ક્રીનીંગ, સીકલ સેલ, હિમોગ્લોબિન લોહીની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત લાભાર્થીઓ નું બી.પી., ડાયાબિટીસ, આંખ ની તપાસ પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં આરોગ્ય સેવાનો ૧૦૦ થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!