GUJARATPANCHMAHALSHEHERA

ગોધરાની મહિલા આઇ.ટી.આઇ. ખાતે મહિલા માનવ અધિકાર દિનની ઉજવણી કરાઇ

વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ અંગેના કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું

 

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

***********

*પંચમહાલ, રવિવાર ::* ગોધરા શહેરમાં આવેલ મહિલા આઇ.ટી.આઇ., ખાતે ડૉ.કનૈયાલાલ રાઠવા અને આંનદી સંસ્થાના સંકલન દ્વારા મહિલા માનવ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પ્રસ્તુત સાયબર ક્રાઇમ લોક જાગૃતિ અભિયાન હેઠળ સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મહિલા સહાયતા કેન્દ્ર (PBSC- પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર) કાઉન્સિલર સ્મિતા ચક્રવર્તી દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે સાઇબર ક્રાઇમ સેલમાંથી ઉપસ્થિત ASI સર્વ શ્રી વખતસિંહ અને શ્રી સોલંકી દ્વારા સ્નેપચેટ, ઈન્સ્ટાગ્રામ, વોટસએપ અને ફેસબુક પર ઓનલાઇન થતાં સાયબર ક્રાઇમ વિશે, જેમાં ડુપ્લીકેટ એકાઉન્ટ ટાસ્કફ્રોડ પોન્જી સ્કીમ વિશે, google ફ્રોડ અંગે, સાયબર ફેક્ટરી એટલે શું? સોશિયલ મીડિયાના ફાયદા-ગેરફાયદા અંગે તેમજ ડાર્ક વેબ વિશે ઉદાહરણ દ્વારા સમજૂતી આપી અને સાઇબર ક્રાઈમને લગતા કાયદાઓનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ વેળાએ મહિલા પોલીસ સ્ટેશનમાંથી ઉપસ્થિત ASI શ્રી રમાબેન She-Team માંથી શ્રી ઉષાબહેનએ She-Team દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે વિસ્તૃત સમજણ આપી હતી.

આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર સ્મિતા ચક્રવર્તી, મહિલા આઇ.ટી.આઇ.ના આચાર્ય અને વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતાં.

**********

Back to top button
error: Content is protected !!