DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત હાથીધરા ગામમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી

તા. ૦૫. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત હાથીધરા ગામમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી

 

મહિલા અને બાળ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં “નારી વંદન ઉત્સવ “ની ઉજવણી થઇ રહી છે તે અંતર્ગત દાહોદ જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી.,જેમાં દાહોદ જિલ્લાના હાથીધરા ગામમાં આસપાસના વિસ્તારની બહેનોની સાથે રાખી ખેતીવાડી ક્ષેત્ર,ડેરી ક્ષેત્ર,પશુપાલન ક્ષેત્ર,પંચાયત ક્ષેત્રમાં આગવું કાર્યકર્તા હોય તેવા બહેનોને સન્માન પત્રો દ્વારા સન્માનીત કરવામાં આવ્યા, કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને DHEW ટિમ દ્વારા મહિલા લક્ષી યોજનાઓ તેમજ બાલિકા પંચાયત અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. પી.બી.પટેલ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી દ્વારા બહેનોને કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપી જે કઈ વ્યવસાય કરોછો તેમા આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી.તાલુકા મહિલા કલ્યાણ કેંદ્રના સંચાલક પારૂલ શર્મા દ્વારા આભાર વિધી કરી કાર્યક્રમ પુર્ણ જાહેર કરેલ

Back to top button
error: Content is protected !!