માળીયાહાટીના તાલુકા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી
ખોરાસા ગીર ગામે ઘરેલુ હિંસા અધિનિયમ અંગે જનજાગૃતિ સેમિનાર યોજાયો

નારી વંદન ઉત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા૧/૮/૨૦૨૫ ના રોજ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી માળીયા હાટીના તાલુકાના ખોરાસા કન્યાશાળા ખાતે કરવામાં આવી હતી. જેમાં કન્યાશાળાની વિદ્યાર્થીનીઓનો હેલ્થ ચેક કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા શાળા ખાતે કરવામાં આવ્યો હતો. બેટી બચાવો બેટી પઢાવો ના નારા સાથે શાળાની વિદ્યાર્થીઓ સાથે જાગૃતતા રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત ખોડીયાર મંદિર ખોરાસા ગીર ગામ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી,સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી બી ડી ભાડ સાહેબ ઉપસ્થીત રહયા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલાને બાળ અધિકારીશ્રી,સી.જી. સોજીત્રાએ મહિલાઓના પોષણ અને આર્થિક રીતે સક્ષમ થવા જેવી બાબતો ઉપર તેમજ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી બી.ડી.ભાડ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માહિતી અંગે વિગતે ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન મિશન મંગલમના સ્ટાફ રાજાભાઈ ગળચર, DHEW મિશન કોર્ડીનેટર કૃપાબેન ખૂટ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ મીનાક્ષીબેન, OSC કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન ટીમ, બેંક સખી કંચનબેન ઉપસ્થિત રહયા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





