ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – વલ્લભ વિદ્યાનગરમાં આવેલ નલિની આર્ટસ કોલેજ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

આણંદ – વલ્લભ વિદ્યાનગરમાં આવેલ નલિની આર્ટસ કોલેજ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરા

તાહિર મેમણ – આણંદ – 04/08/2025 – નારી વંદન સપ્તાહ નિમિત્તે આજે મહિલા સ્વાવલંબન દિવસ આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની-અરવિંદભાઈ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

 

 

 

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ઉપસ્થિત મહિલાઓને આત્મનિર્ભર બની સમાજનું આગવુ પ્રતિનિધિત્વ કરવા માટેનું માર્ગદર્શન, અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબતે સમજ પુરી પાડીને કુલ ત્રણ નોકરીદાતા કંપનીઓ જેમાં કુલ ૧૫૩(નોકરી મેળવવા માટેની ખાલી જગ્યા)વેકેન્સી માટે ઈન્ટરવ્યુ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

 

 

તદ્ઉપરાંત મહિલાલક્ષી યોજનાકીય, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા ઉદ્યોગ લોન અને મહિલાલક્ષી યોજનાઓ તથા ૧૮૧મહિલા હેલ્પ લાઈન નંબર વિશે માહિતી આપવામાં આવી હતી.

 

 

 

આ પ્રસંગે ઉદ્યોગ સાહસિક મહિલાઓનું ટ્રોફી આપી સમ્માન કરવામાં આવેલ તથા ઉદ્યોગ સાહસિક મહિલા દ્વારા તેમના સાહસગાથાની રજુઆત કરવામાં આવી હતી.

 

 

 

નારી વંદન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વાવલંબન દિવસ થીમ હેઠળ યોજાયેલ કાર્યક્રમની સ્વાગત વિધી વુમેન સેલના પ્રોફેસરશ્રી સાધનાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી, તથા નલિની- આર્ટસ કોલેજના પ્રિન્સિપાલશ્રી દ્વારા આભાર વિધી કરવામાં આવેલ.

 

 

 

મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે જુદા જુદા વિભાગ પૈકી જિલ્લા રોજગાર અધિકારીની કચેરી, જિલ્લા ઉદ્યોગ અધિકારીની કચેરીના તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રી, કોલેજના પ્રિન્સિપાલશ્રી પ્રોફેસર અને વિદ્યાર્થીનીઓ તથા અન્ય નોકરી ઈચ્છુક મહિલાઓ, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરશ્રી,‘સખી’વન સ્ટોપ સેન્ટરના કર્મચારીશ્રી,૧૮૧ અભયમ હેલ્પલાઈનના કર્મચારીશ્રી તથા વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્રના કર્મચારી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!