હિંમતનગરના અનેરા ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ




હિંમતનગરના અનેરા ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ
************
સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નારી વંદન ઉત્સવ-૨૦૨૪ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત ઉપક્રમે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી વિશ્વ મંગલ કોલેજ અનેરા હિંમતનગર ખાતે કરવામાં આવી હતી.
કર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારી/અધિકારીશ્રીઓ દ્વારા નારીવંદન સપ્તાહ ઉજવણી નિમિતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી અંતર્ગત મહિલાલક્ષી યોજના, શાળાઓમાં દિકરીઓને શિક્ષણ વિભાગના સંકલનમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજનાઓ અંગે માહિતી આપી હતી. વિષય નિષ્ણાંત દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના કૌશલ્ય વર્ધન કેન્દ્રો, વિવિધ હેલ્પલાઇનની કામગીરીની ડેમોસ્ટ્રેશન દ્વારા જાણકારી આપી હતી. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પોસ્ટર મેકિંગ, રંગોળી, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી ભૂમિકાબેન પટેલ, મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ.પ્રજ્ઞાબેન.એસ.ત્રિવેદી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી પી.આર.પટેલ,આચાર્યશ્રી પ્રિયંકાબેન પટેલ, એડોનેશન કાઉન્સીલર નિકીતાબેન પટેલ તથા DHEW સ્ટાફ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા



