GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ હેઠળનાં વિવિધ માર્ગો પરરિસર્ફેસેગની કામગીરી પૂરજોશમાં

વાત્સલ્યમ સમાચાર

   ચીખલી નવસારી

સુરક્ષિત અને સરળ વાહનવ્યવહાર માટે ઝાડ–ઝાંખર દૂર કરવાની કામગીરી શરૂ

નવસારી જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, ચીખલી પેટા વિભાગ હસ્તક આવેલા વિવિધ માર્ગો પર હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે. જાહેર સુરક્ષા અને માર્ગ પર અવરજવર થઈ શકે તે હેતુથી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ચીખલી દ્વારા કામગીરી ચાલી રહી છે .ચીખલી પેટા વિભાગ હેઠળ આવતા ખેરગામ–બહેજ–વડપાડા પાર્ટી રોડ, માનકુનિયા–આંકલાંછ રોડ તેમજ બામણવેલ–હરણગામ–દોનજા રોડ પર ઝાડ-ઝાંખર દૂર કરવાની સાથે રિસર્ફેસેગની કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તાની ડામર સપાટી તેમજ સાઈડ સોલ્ડરમાં ઊગી નીકળેલા ઝાડ, પાંદડા અને ઘાસ વાહનવ્યવહારમાં અવરોધરૂપને દૂર કરવામાં આવી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર જનતાને કામગીરી દરમ્યાન સહયોગ કરવાનું જણાવેલ છે .

Back to top button
error: Content is protected !!