KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના બોરુ ગામની રિફાઇ પબ્લિક સ્કૂલ ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ

તારીખ ૧૫/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર દેશમાં ૭૮ મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે દેશમાં અમૃત મહોત્સવ નિમિત્તે “હર ઘર તિરંગના” અભિયાનના ભાગરૂપે દેશમાં આઝાદીના માહોલમાં રંગાઈ જ્યાં જુવો ત્યાં દેશભક્તિ જોવા મળી રહી છે.જેમાં શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ દ્વારા તિરંગા રેલીઓ અને નારાઓથી વાતવરણ દેશ પ્રેમમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે ૧૫ મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં સરકારી,અર્ધ સરકારી, શાળાઓ,નગર સેવાસદનો,ગામ પંચાયતો સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજને આન બાન સાથે ફરકાવવામાં આવ્યો છે. ત્યારે કાલોલ તાલુકાની બોરુ રિફાઇ પબ્લિક સ્કૂલના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ ની સલામી આપી ધ્વજવંદન લહેરાવવામાં આવ્યો હતો.અને ૭૮ સ્વાતંત્ર દિનની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉત્સાહભેર કરવામાં આવી હતી.





