સન્માનજનક નિવૃતિ વળતર માટે કામદારોનો જંગ

ઈ.પી.એસ–૯૫ પેન્શનર્સની લાંબા સમયથી ચાલતી માંગણીઓ અંગે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે તા. ૮/૩/૨૦૨૬ થી તા. ૧૧/૩/૨૦૨૬ સુધી દિલ્હી ના જંતરમંતર મેદાન ખાતે કમાન્ડર અશોક રાઉતના અધ્યક્ષસ્થાને ધરણા કાર્યક્રમ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જામનગરથી જી.ઈ.બી.ના નિવૃત્ત કર્મચારી મહિધર શુક્લ, મજૂર મહાસંઘ ગુજરાતના જનરલ સેક્રેટરી પંકજભાઈ જોષી, દિગ્વિજય સિમેન્ટ કંપની સિક્કાના વિજયસિંહ જાડેજા તથા એસ.ટી. નિગમના હરજીભાઈ છાત્રોલા તા. ૭/૩/૨૦૨૬ ના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે ટ્રેન દ્વારા દિલ્હી જવા માટે રવાના થયા છે.
ઈ.પી.એસ–૯૫ પેન્શનર્સની મુખ્ય માંગણીઓમાં ન્યૂનતમ રૂ. ૭૫૦૦ પેન્શન તથા મેડિકલ એલાઉન્સ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ અંગે વધુમાં જણાવાયું છે કે દેશભરના પેન્શનર્સ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપી પોતાની હક્કની માંગણીઓ માટે સરકાર સમક્ષ અવાજ ઉઠાવશે.







