GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠાના દલપુર ખાતે બેંકર્સ માટે એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સિંગ અને SHG બેંક લિંકેજ પર વર્કશોપ યોજાયો*

*સાબરકાંઠાના દલપુર ખાતે બેંકર્સ માટે એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સિંગ અને SHG બેંક લિંકેજ પર વર્કશોપ યોજાયો*
****
*ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં સખી મંડળોની ભૂમિકા પાયાની છે- જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા*
***
સાબરકાંઠા જિલ્લામાં ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને નાના ઉદ્યોગોને વેગ આપવાના હેતુથી એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. NIRDPR અને NRLM ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. (જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી) દ્વારા સંયુક્ત રીતે ‘એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સિંગ અને SHG બેંક લિંકેજ’ વિષય પર એક દિવસીય ઓરિએન્ટેશન બેંકર્સ વર્કશોપ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં હિંમતનગર દલપુર સ્થિત હોટેલ વિંટાના ખાતે યોજાયો હતો.

આ કાર્યશાળાના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં સખી મંડળોની ભૂમિકા પાયાની છે. જ્યારે કોઈ પણ મહિલા આર્થિક રીતે સધ્ધર બને છે, ત્યારે આખો પરિવાર પ્રગતિ કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બેંકોએ સખી મંડળોના લોન પ્રપોઝલને પ્રાથમિકતા આપી ઝડપથી નિકાલ કરવો જોઈએ જેથી તેઓ સમયસર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.જિલ્લાના છેવાડાના ગામ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે બેંકર્સ અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળભર્યું સંકલન જરૂરી છે.

આ વર્કશોપમાં એનઆરપી હૈદરબાદના કોટગીરી શ્રી નિવાસી રાઉએ સખી મંડળો (SHG) ને બેંક સાથે જોડીને તેમને સરળતાથી લોન અને અન્ય નાણાકીય સુવિધાઓ મળી રહે તે બાબતે બેંક અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા અને ગ્રામીણ પરિવારોની આવકમાં વધારો કરવા માટે બેંકોની ભૂમિકા અંગે ભાર મૂકાયો હતો.

આ વર્કશોપમાં ગ્રામીણ મહિલાઓને સૌથી વધુ કેસ ક્રેડિટ આપનાર ત્રણ બેંકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં બેન્ક ઓફ બરોડાના રીજીયોનલ મેનેજર શ્રી યશવંતકુમાર પાઠક, ડીડીએમ શ્રી મનોજકુમાર, એલડીએમ શ્રી સંજય ચૌધરી, રીજીયોનલ મેનેજરશ્રી ગુજરાત ગ્રામીણ બેન્ક વિષ્ણુ મોહન બોરડિયા,ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના વિવિધ બેંકના પ્રતિનિધિઓઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!