સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓની હાર્ટફૂલનેસ અંતર્ગત કાર્યશાળા યોજાઈ…

સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓની હાર્ટફૂલનેસ અંતર્ગત કાર્યશાળા યોજાઈ…
ભારત સરકાર સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શાહજહાં પૂરના શ્રી રામચંદ્રની 125 મી જન્મ જયંતી ઉજવણીમાં શ્રી રામચંદ્ર મિશન હાર્ટ ફુલનેસ ઇન્સ્ટિટયૂટ ના સહયોગથી યોગા અને મેડીટેશન ની પ્રવૃત્તિ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના તમામ તબીબી અધિકારીશ્રીઓની કેર ફોર કેર ગીવર્સ અંતર્ગત એક દિવસની કાર્યશાળા યોજાઈ.
હાર્ટફૂલનેસ મેડીટેશન કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પંચાયતના 60 જેટલા ડોક્ટર મિત્રો માટે એક આખા દિવસનો હાર્ટફૂલનેસ ટ્રેનિંગ સેશન હિંમતનગર અને અમદાવાદની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું. જેમાં હાર્ટ ફૂલનેસમાં ત્રણ મહત્વની એક્ટિવિટી રિલેક્સેશન ક્લિનિંગ અને પ્રેયર વિશે તાલીમ ડેમો આપતો અને અનુભવ કરવામાં આવ્યો.
હાર્ટ ફુલનેસ ના ફાયદા વિશ્વ શાંતિ માટે અને સ્વને સમય આપવાની અને ઓળખવાની તથા તેના અસીમિત ફળશ્રુતિ વિશે ડોક્ટર ઉર્વીબેન શાહ દ્વારા સમજ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, આર. સી. એચ. ઓ અને તમામ તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્ય હતા .
જયંતિ પરમાર સાબરકાંઠા





