GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર અને કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

સંતરામપુર અને કડાણા ખાતે વિશ્ર્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ….

અમીન કોઠારી :- મહીસાગર

નોમી ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધામધૂમથી મનાવવામાં આવે છે જેના ભાગરૂપે
મહીસાગર જિલ્લામાં સંતરામપુર કડાણા તાલુકામાં મોટાભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે…

 

૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આદિવાસીઓ લોકો માટે આ દિવસ દિવાળીના તહેવાર સમાન ગણાય છે….

.

મહીસાગર જિલ્લાના કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ના રોજ ભવ્ય રેલુનું આયોજન કરવામાં આવ્યું હતું , આદિવાસી લોકો દ્વારા ગામેગામ તમામ લોકો એકઠા થઇ રેલી કાઢી, કડાણા ભેંકોટલ્યાં ડુંગરની ટોચ પર આદિવાસી ભગવાન બિરસામુંડા ની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી,

ડીજે ના તાલે આદિવાસી વેષભૂસા , ગોફણ, તીરકામઠાં, માથામાં બાંધેલો રૂમાલ ,બાંધણી કરેલી કોટી, ધારણ કરી આદીવાસી યુવાનો લોકગીતો ગાતા ગાતા રેલી સ્વરૂપે અનેરો આકર્ષણ જમાવેલ હતું…

આદિવાસી લોકો આજે પણ વૃક્ષ, જળ ,જંગલ અને જમીન ના મૂળ સાથે જોડાયેલા હોય આદિવાસી લોકો પ્રાકૃતિક પૂજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૯ મી ઓગસ્ટ ના દિવસે લોકોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

કહી શકાય કે અહીં તહેવારની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગ્રામ્ય દેવ ની પૂજા બાદ ગામના આદિવાસી સમાજના આગેવાની ની ઉપસ્થિતિ માં આદિવાસી દેવતાઓનું પૂજન કરી ડીજેના તાલે રંગી રેલી શોભાતરા કાઢી ભેકોટલયા ડુંગર ઉપર તેમજ દિવડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સાંસ્કૃતિ ની ધરોહર ની ઝાંખી કરાવતા હતા.

આદિવાસી પહેરવેશ રાજ ચિત્રોની ઝાંખી રીત રિવાજો ની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી…

આ દિવસે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસી લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય છે.

Back to top button
error: Content is protected !!