GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાશે

તા.૩૧/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

શરીરના કોઈપણ જાતના દુખાવા માટે નિદાન અને સારવાર સાથે ૬ કેમ્પનું આયોજન

Rajkot: શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના દ્વારા તા.૧લી ઓગસ્ટ સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમિયાન હોટલ પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં દાંતના રોગોની સારવાર દંતવૈદ્યશ્રી ભરતભાઇ વ્યાસ દ્વારા કરાશે. પ્રાણીક હિલિંગ થેરાપી દ્વારા મહેન્દ્રભાઇ સારવાર આપશે. આ ઉપરાંત કફથી માંડીને કેન્સર સુધીના રોગોમાં ઉપયોગી સુજોક થેરાપી ડો. મહેશભાઈ ચાવડા દ્વારા હાથના પંજામાં ચોક્કસ જગ્યા દબાણ આપી શરીરના દુખાવા દૂર કરી શકાશે. ડાયાબિટીસ,બ્લડપ્રેસર જેવી જટિલ બીમારીનું કેમ્પમાં નિદાન અને આવા રોગોને અટકાવવાના તેમજ જેમને આ રોગ નથી એમને પણ નિદાન કરીને ભવિષ્યમાં આવા રોગો ન થાય તેની કાળજી અને સાવચેતી અંગેનું માર્ગદર્શન અને સારવાર સેલ્સ હોસ્પિટલના ડોક્ટર કાસુંદ્રાની ટીમ દ્વારા કરવામાં આવશે. સાથો-સાથ આ કેમ્પમાં અત્યાધુનિક મલેશીયન ટેકનોલોજી ટેરાહર્ટટઝ થેરાપી દ્વારા ધીરુભાઈ સોની સારવાર આપશે. ઉપરાંત તજા ગરમી કે ચામડીના રોગો માટે અકસીર ઈલાજ કાંસ્ય થેરાપી દ્વારા સારવાર મનસુખભાઈ સરવૈયા દ્વારા કરવામાં આવશે.

આ કેમ્પનો લાભ લોકો બહોળી સંખ્યામાં લે તેમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉ. વલ્લભભાઇ કથીરિયા તેમજ ટ્રસ્ટી મંડળ અને ટ્રસ્ટના કાર્યકર્તાઓએ અપીલ કરી છે. આ નિઃશુલ્ક કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સાથે ટ્રસ્ટનાં કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!