GUJARAT:ગુજરાતના રાજ્યસભા સભ્યોની ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનજી સાથે શુભેચ્છા મુલાકાત

GUJARAT:ગુજરાતના રાજ્યસભા સભ્યોની ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનજી સાથે શુભેચ્છા મુલાકાત
મોરબીના શ્રી કેસરીદેવસિંહ ઝાલાની અગત્યની ઉપસ્થિતિ
(રીપોર્ટ મોહસીન શેખ દ્રારા મોરબી) નવી દિલ્હી ખાતે આજે ગુજરાત રાજ્યના રાજ્યસભા સભ્યોના પ્રતિનિધિમંડળે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણનજીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન સાંસદીય કાર્યપદ્ધતિ, રાષ્ટ્રીય વિકાસ મુદ્દાઓ અને સંસદીય પરંપરાઓ અંગે સૌજન્ય ચર્ચા યોજાઈ હતી।
આ પ્રતિનિધિમંડળમાં મોરબી જિલ્લાનું ગૌરવ વધારનાર અને રાજ્યસભાના સભ્ય શ્રી કેસરીદેવસિંહ ઝાલા પણ જોડાયા હતા. તેમની ઉપસ્થિતિએ મોરબી જિલ્લામાં ગૌરવની લાગણી વ્યાપી હતી।
રાજ્યસભાના સભ્યોએ પોતાના વિસ્તારના વિકાસ કાર્યો તેમજ જનહિતના મુદ્દાઓ અંગે માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રીને અવગત કર્યા હતા। આ શુભેચ્છા મુલાકાતને રાજ્યના સંસદીય ક્ષેત્રે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે










