RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રા શાળામાં વિદ્યારંભ સંસ્કાર – ૨૦૨૬ યોજાયો

તા.૨૫/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આજરોજ તા. 25/06/2026 ના રોજ શ્રી ખીજડીયા પ્રાથમિક શાળા, તા. જી. રાજકોટ ખાતે વિદ્યારંભ સંસ્કાર, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ–૨૦૨૬નો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.

કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો તથા શ્રી પ્રિતિબેન મોઢવાડિયા, નાયબ કલેક્ટરશ્રી રાજકોટ તેમજ પ્રિતિબેન મનોજભાઈ ચૌહાણ અને ભરતભાઈ મધુડા બી. આર.સી.કો.ઓર્ડીનેટર ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે બાલવાટિકા અને ધોરણ-૧માં કુલ ૨૭ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

શાળા પ્રવેશ મેળવેલ બાળકોનું સ્વાગત કરી તેમને દાતા તરફથી દફતર, પાટી અને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને એસ.એમ.સી. સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રીઓએ કાર્યક્રમના સુંદર આયોજન તથા શાળાની વિવિધ સિદ્ધિઓ બદલ આચાર્યશ્રી, શિક્ષકો,ગ્રામજનો અને ગ્રામ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

અંતમાં શાળા પરિવાર દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!