તા. ૧૪. ૧૧. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ગોવિંદનગર ખાતે વિશ્વ ડાયાબીટીસ ડે ની ઉજવણી કરવામાં આવી
આજ રોજ તા.૧૪.૧૧.૨૦૨૪ ના ગુરુવારે સવારે ૮.૦૦ કલાકે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડૉ ઉદય ટીલાવટ ના માર્ગદર્શન હેઠળ જ્ઞાનદીપ હોલ ગોવિંદ નગર ખાતે જિલ્લા યોગ બોર્ડ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી અને યોગ શિબિરમાં હાજર રહેલ તમામ વ્યક્તિઓનું એન. સી. ડી અંતર્ગત ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવા બિનચેપી રોગોની તપાસ કરવા આવી અને તારીખ.૧૪.૧૧.૨૦૨૪ થી ૨૮.૧૧.૨૦૨૪ સુધી દિન-૧૫ યોગ શિબિર ખુલ્લું મુકવામાં આવ્યું