
મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન અને નેશલે હેલ્થી કિડ્સ સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં આવી






પ્લાસ્ટીક પ્રદુષણનો અંત”’ ના અનુસંધાને મેજીક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન અને નેસ્લે હેલ્થી કિડ્સ પ્રોગ્રામ દ્વારા પ્લાસ્ટીક ને કઈ રીતે નિકાલ કરી શકાય અને પ્લાસ્ટીક પર્યાવરણ માટે ખુબ હાનિકારક છે તે વિશે માહિતી આપવામાં આવી
૫ જુન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે દેશ ભરમાં દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આ સમયમાં મેજીક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન અને નેસ્લે હેલ્થી કિડ્સ પ્રોગ્રામ દ્વારા ઝઘડિયા,નેત્રંગ અને વાલિયા તાલુકાના વિવિધ ગામડાઓમાં ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો, શાળાનાં શિક્ષકો,વાલીઓ, સરપંચ, PHC નો સ્ટાફ તેમજ ગામ જનો એ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.આ કાર્યકમનો મુખ્ય હેતુ પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને પ્લાસ્ટીક પ્રદુષણનો અંત આવે તે માટે ઊજવણી કરવામાં આવી હતી. ૧૯૭૩ માં સૌપ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરિયાઈ પ્રદુષણ,ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યુ હતું. દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ હોય છે. આ વર્ષની થીમ “ પ્લાસ્ટીક પ્રદુષણનો અંત”રાખવામાં અવી હતી. “‘ પ્લાસ્ટીક પ્રદુષણનો અંત”’ ના અનુસંધાને મેજીક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન અને નેસ્લે હેલ્થી કિડ્સ પ્રોગ્રામ દ્વારા પ્લાસ્ટીક ને કઈ રીતે નિકાલ કરી શકાય અને પ્લાસ્ટીક પર્યાવરણ માટે ખુબ હાનિકારક છે તે વિશે માહિતી આપવામાં આવી હતી અને વિવિધ અલગ- અલગ પ્રવૃતિઓ કરવામાં આવી જેમાં બાળકોને પ્લાસ્ટીક ની વસ્તુઓમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાની પ્રવૃતિ, સમુદાયમાં રેલી દ્વારા પ્લાસ્ટીક પ્રદુષણનો અંત કરવા માટે જન – જાગૃતિ કાર્યકમ, અને ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બાળકો દ્વારા વિવિધ ચિત્રો દોરી પ્લાસ્ટીક પ્રદુષણનો અંત માટે ગામ જનોને જાગૃત કર્યા . મેજીક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન અને નેસ્લે હેલ્થી કિડ્સ પ્રોગ્રામ ના સ્ટાફ દ્વારા કાર્યકમની ઉજવણીને સફળ બાનાવી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી




