
તા.૦૩.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના બસ સ્ટેશન સામે યાદવ ચાલમાં ગણપતિની આરતી કરતા 
સમગ્ર રાજ્યની સાથોસાથ દાહોદ જિલ્લામાં પણ આયોજકોએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ગણપતિ સ્થાપના કરી છે. ગણપતિનો ઉત્સવ સૌના હૃદયમાં એક અલગ જ ઉત્સાહ પ્રગટ કરી દેતો હોય છે. દાહોદ શહેરમાં પણ અનેકો જગ્યાઓએ આયોજકોએ વિવિધ થીમ પર ગણેશ પંડાલમાં આયોજન કરવાની સાથે ગણપતિની સ્થાપના કરી છે.દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ દાહોદ બસ સ્ટેશનની સામે આવેલ યાદવ ચાલ ના યાદવ નવયુવક મંડળ તેમજ પારસી કોલોની ગણેશ પંડાલ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ હેઠળ કરેલ ગણેશ પંડાલમાં સ્થાપિત ગણપતિના દર્શન કરી ગણપતિની આરતી કરીને ધન્યતા અનુભવી હતી. એ સાથે આ પંડાલના યુવક મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો




