GUJARATJUNAGADH

મેંદરડા ગ્રામ પંચાયત ખાતે “વર્લ્ડ હિપેટાઈડીસ ડે” ની સાપ્તાહિક ઉજવણી કરવા માં આવી

મેંદરડા ગ્રામ પંચાયત ખાતે "વર્લ્ડ હિપેટાઈડીસ ડે" ની સાપ્તાહિક ઉજવણી કરવા માં આવી

મેંદરડા ગ્રામ પંચાયત ખાતે  “વર્લ્ડ હિપેટાઈડીસ ડે”સપ્તાહ ના ભાગરૂપે  આઈ.સી.ટી.સી  વિભાગ જૂનાગઢ જિલ્લા ના મેંદરડા સેન્ટર ના કાઉન્સેલર આશિષભાઇ બદાણી  તથા સુરજભાઈ ચાપડીયા ictc લેબ. ટેક દ્વારા ડિસ્ટ્રીક એડ્સ કંટ્રોલ ઓફીસર શ્રી ડૉ. વ્યાસ સાહેબ તથા દિશા ડાપકુ જૂનાગઢ ની સૂચના અન્વયે તાલુકા હેલ્થ ઓફિસર ર્ડો . પૂજા પ્રિયદર્શની મેડમશ્રીના અધ્યક્ષ સ્થાને તેમજ ડેડકીયાળી ના એમ. ઓ શ્રી ર્ડો .પરમાર સર તેમજ મેંદરડા ના સરપંચ શ્રી જે. ડી. ખાવડુ દ્વારા ગ્રામ પંચાયત ખાતે “વર્લ્ડ હિપેટાઈડીસ ડે”  ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમ માં આઈ.સી.ટી.સી  મેંદરડા જિલ્લો જુનાગઢ ના કાઉન્સેલર આશિષભાઇ બદાણી  તથા સુરજભાઈ દ્વારા હિપેટાઇટિસ વાયરસ ના પ્રકાર, તપાસ, નિદાન તથા કાળજી અંગે ની માહિતી આપવામાં આવી.  હિપેટાઇટિસ બી.સી.ના લક્ષણો, કારણો અંગે સાથે સાથે એચ આઈ વી. તેમજ ટીબી.વિષે કાળજી અંગે નું માર્ગદર્શન    તેમજ સગર્ભા મહિલાઓ ના એચ આઈ વી હિપેટાયટીસ પરીક્ષણ, આર પી આર.એસ ટી આઈ.તથા સગર્ભા માતાઓના વાઇરલ લોડ માટે જાગરૂકતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.આ કાર્યક્રમમાં 70 જેટલાં ગ્રામ પંચાયતના કર્મચારી તેમજ જાગૃક નાગરિક ઓના બીપી તથા ડાયાબિટીસ ના સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!