AHAVADANGGUJARAT

સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્મયિક શાળા આહવા ખાતે “વિશ્વ હિન્દી દિવસ” ની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

તારીખ ૧૦ જાન્યુઆરી “વિશ્વ હિન્દી દિવસ” નિમિત્તે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં આચાર્ય શ્રી અમરસિંહ એ.ગાંગોડાના માર્ગદર્શન હેઠળ શાળાનાં હિન્દી વિષયના શિક્ષકો શ્રી નિલેશભાઈ ડી.ગામિત અને શ્રી રાજેશભાઈ એસ.રાવલ તેમજ NSSના પ્રોગ્રામ ઓફિસર શ્રી એમ.એસ.બાગુલ તથા શ્રી એમ.ઝેડ.ગાંગોડા અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “વિશ્વ હિન્દી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી એ.એ.ગંગોડા તથા શાળાના સુપરવાઇઝર શ્રી કે.એમ આહીર દ્વારા વિદ્યાર્થીઓને “વિશ્વ હિન્દી દિવસ” ના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વમાં હિન્દી ભાષા પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. ભારત દેશમાં સૌથા વધુ બોલાતી હિન્દી ભાષા છે. દુનિયામાં અંગ્રેજી,  ચિની પછી હિન્દી ભાષા વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે.

આ દિવસની ઉજવણી સંદર્ભે હિન્દી વિષયનાં શિક્ષકો શ્રી નિલેશભાઈ ડી.ગામિત અને શ્રી રાજેશભાઈ એસ.રાવલ દ્વારા વધુ માહિતી આપતાં વિધાર્થીઓને જણાવ્યું કે, વર્ષ ૧૯૧૮મા હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દી લોકોના જન-માણસની ભાષા બતાવીને રાષ્ટ્ર્ભાષા બનાવવાની વાત મુકી હતી. હિન્દી ભાષાને રાષ્ટ્ર્ભાષા  બનાવવા માટે કાકા સાહેબ કાલેલકર, હજારી પ્રસાદ દ્રિવેદિ, શેઠ ગોવિંદ દાસ, મૈથીલિશરણ ગુપ્ત, જેવા મહાનુભાવોના અથાગ પરિશ્રમ કરી ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના દિવસે નિર્ણય લેવામા આવ્યો કે, હિન્દી રાજભાષા અને  લિપિ દેવનાગરી રહશે.

તારીખ ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ, બંધારણ સભાએ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવી, જે બાદ ૧૪ સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા ૧૮ વર્ષથી એટલે કે ૨૦૦૬ થી ૧૦ જાન્યુઆરીએ “વિશ્વ હિન્દી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૭૫ માં ૧૦ જાન્યુઆરીએ મહારાષ્ટ્રના નાગપુરમાં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના હિન્દી વિષયના શિક્ષક શ્રી ડો. નિલેશભાઈ ડી. ગામીતે હિન્દી ભાષાનો વધુંમા વધુ પ્રચાર અને પ્રસાર થાય તેમજ તેના મહત્વ વિશે જણાવ્યું હતું. શાળાના ડો. મનીષભાઈ ગાંગોડાએ હિન્દી ભાષાને પ્રાધાન્ય આપતા તેને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળે તે માટે પ્રકાશ પાડ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના દિવ્યાંગ શિક્ષક શ્રી રાજેશ શંભુલાલ રાવલે કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!