DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલના મેદાનમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૨૧.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલના મેદાનમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી

યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મશુદ્ધીનો સંદેશ અપાશે વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪’ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર પ્રયાસ :- રાજ્યના વિવિધ શહેરો – ગામડાઓ મળીને કુલ ૪૦ સ્થળોએ વિશેષ કાર્યક્રમોનો આયોજન યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરાશે ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન, પતંજલિ યોગ સમિતિ, હાર્ટફુલનેસ, આર્ટ ઓફ લિવિંગ તેમજ વિપાષ્યના જેમ યોગ અને ધ્યાન સાથે સંલગ્ન અન્ય સંસ્થાઓ દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી વિશાળ અને પ્રેરણાત્મક રીતે કરાશે દાહોદ જિલ્લામાં લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલના મેદાનમાં તેમજ કોલેજ ગ્રાઉન્ડમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકાના પ્રમુખશ્રી નીનામા સાહેબ કેમ્પસના મંત્રી શ્રી ભરવાડ સાહેબ વિશ્વ હિન્દુ પરિષદના નલવાયા સાહેબ આરએસએસ ના કાર્યકર્તાઓ ગાયત્રી પરિવાર માંથી તમામ સંસ્થાઓના મુખ્ય અતિથિ મહેમાનો તેમજ નગરમાંથી પધારેલ યોગી ભાઈ બહેનો સ્કૂલનો સ્ટાફ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા યોગ કો ઓર્ડીનેટર ધુળાભાઈ પારગી, એક્સ યોગ કૉડીનેટર દેવેન્દ્રભાઈ પટેલ, જિલ્લા સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર રાહુલભાઈ પરમાર લીમખેડા તાલુકા યોગકોચ જયાબેન બારીયા લીમખેડા તાલુકા યોગ કોચ લાલાભાઇ સંગાડા સિંગવડ તાલુકા યોગ કોચ સરિતાબેન બારીયા તેમજ યોગ ટ્રેનર ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!