હાલોલ:ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ ખાતે 10 અને 11 જાન્યુઆરી બે દિવસ ચોથા વાર્ષિક દિવસની ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૧.૨૦૨૫
હાલોલનાં ગોધરા બાયપાસ રોડ પર આવેલ ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ ખાતે ૨૦૨૩ -૨૪ ની વાર્ષિક દિવસની ઉજવણી પંચતત્વકા સફર તેમજ નવરસ ની થીમ પર સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર,પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયૂરધ્વજસિંહ પરમાર,હાલોલ ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ તરૂનભાઈ પરીખ,રાજેશભાઈ મિસ્ત્રી,અશ્વિનભાઈ દેસાઇ તેમજ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકગણ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.હાલોલની ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ ખાતે યોજાયેલ એન્યુઅલ ડે નો આરંભ દીપ પ્રાગટ્ય, શ્રીગણેશ વંદના કરી કરવામાં આવ્યો હતો.જ્યારે સ્કુલનાં આચાર્ય કિરણસર દ્વારા સ્કૂલ નો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે આ સંસ્થા વધુ પ્રગતિ કરે અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તેવા અથાર્ગ પ્રયત્નો શાળા સંચાલકો તેમજ શિક્ષકગણ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમજ શાળાના બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.યોજાયેલ સાંકૃતીક કાર્યક્રમ માં શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ વિધાર્થીઓ દ્વારા હવા પાણી અગ્નિ પૃથ્વી આકાશ.આ પંચતત્વ ઉપર કલાકૃતિ રજુ કરવામાં આવી હતી જયારે મોટા વિદ્યાર્થીઓ દ્વારા નવરસ અનુલક્ષી તેની પ્રત્યેક્ષ રીતે કલાકૃતિ રજુ કરવામાં આવી હતી.આ ઉપરાંત જુદી જુદી થીમ ઉપર કાર્યક્રમો રજૂ કરાતા ઉપસ્થિત સૌ વાલી મિત્રો પણ આશ્રય ચકિત થઈ પોતાનું બાળક આવો પણ રોલ કરી શકે છે તેમ જાણી ખુશ થઈ ગયા હતા.યોજાયેલ વાર્ષિક મહોત્સવની ઉજવણી માં વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલી કલાકૃતિ દ્વારા શિક્ષણની સાથે સાથે તે થીમ વિશે જાણકારી મળે તેવા આશય સાથે રજુ કરવામાં આવ્યું હતું.વાર્ષિક ઉત્સવની રંગે ચંગે સ્કૂલ પરિસદ માં કરવામાં આવ્યું હતું.









